વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અમે શાયર શરાબી હો...

મુહોબ્બત ના કરો સાકી અમે શાયર શરાબી હો,

હ્રદય રાખી જશું બાકી અમે શાયર શરાબી હો


પછી કહેતા નહીં કે સાવ સસ્તામાં થયો સોદો,

તમે કિંમત નથી આંકી અમે શાયર શરાબી હો.


તમારું સપનાનું આકાશ જોવા બહુ સફર ખેડી,

ને વેઠી દિલની હાલાકી અમે શાયર શરાબી હો


હ્રદય કરશે જ દેકારો તમારે થાય એ કરવું,

નથી કંઈ બોલ્ટ કે ચાકી અમે શાયર શરાબી હો.


બધા જોવા ચડ્યા છે ચાંદને ધાબા ઉપર ગુમનામ,

મેં એની આંખને ઝાંકી અમે શાયર શરાબી હો.


-ગુમનામ વઢિયારી

  કલ્પેશ રામાનુજ

  ગામ-રાફુ,જિ-પાટણ


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ