વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કર્યા વિના કશું મળતું નથી

નોટિસ બોર્ડમાં ઘણા સુવિચારો લખેલા હતા, એની જોડે ટેબલ પર લેપટોપમાં ધૈર્ય કશુંક મથી રહ્યો હતો. ઘણીવાર મથ્યા પછી કંટાળી લેપટોપ બંધ કરી દીધું.,” ભાઈ, સ્ટાર્ટ અપનો કોઈ આઈડિયા જ નથી મળતો, કેટલાય દિવસથી શોધ્યા કરું છું.”


“તું લેપ્ટોપ પર શોધ્યા કરે છે?”  પેલાએ આશ્ચર્યમાં પૂછ્યું. એણે હકારમાં માથું ધુણાવ્યું.


એના મિત્રની નજર સામે લગાવેલા સુવિચાર પર પડી, ‘કર્યા વિના કશું મળતું નથી, કરેલું ફોગટ જતું નથી.’



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ