વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

લગ્ન પછી ૩૫ વર્ષે છુટાછેડા!

ચશ્માંની આંખે ...૧૫૫!

લગ્નનાં ૩૫ વર્ષ પછી છૂટાછેડા !!

ખૂબ સરસ વાર્તા !


મુંબઇની એક વૃદ્ધ વ્યક્તિ તેના પુત્રને ન્યૂયોર્ક ફોન કરે  છે અને કહે છે,

'બેટા! તારો દિવસ  બગાડવાનું મને ગમતું નથી, પણ મારે તને કહેવું છે કે તારી મા અને હું છૂટાછેડા લઈ રહ્યાં છીએ; લગ્નનાં 35 વર્ષ ... પછી હવે એ ખૂબ જ દુઃખદાયક છે અને અસહ્ય છે ! '

'પપ્પા, તમે શું વાત કરો છો?' પુત્ર ફોનમાં ચીસ પાડી ઊઠે છે.

વૃદ્ધ માણસ કહે છે, ' અમે હવે એકબીજાની  સામે જરા વાર   પણ  રહેવા માગતાં નથી.

'અમે એકબીજાથી કંટાળી ગયાં છીએ, અને હું આ વિશે વાત કરવામાં પણ કંટાળો અનુભવું છું, તેથી તું હોંગકોંગ તારી બહેનને ફોન કર અને તેને આ બધી વાત કર!'

આ સાંભળીને પાગલ થયેલો પુત્ર તેની બહેનને ફોન કરે છે, તે  ફોન ઉપર ગરજી ઊઠે છે.

'આ શું ગાંડાંની જેમ  છૂટાછેડા લઈ રહ્યાં છે,'  બહેન બૂમ પાડે છે, 'હું  તેમને જોઈ  લઈશ.'

બહેન  તરત જ મુંબઈ બાપાને ફોન કરે છે અને  ચીસો પાડે છે, 'તમારે હમણાં છૂટાછેડા નથી લેવાના. હું ત્યાં  પહોંચું ત્યાં સુધી કંઈ પણ  કરવાનું નથી. હું ભાઈને ફોન  કરું   છું, અને અમે બંને કાલે ત્યાં આવીશું. ત્યાં સુધી તમારે કંઇ પણ  કરવાનું નથી, શું તમે સાંભળો છો? ' અને તેણે ફોન મૂકી દીધો.

***

વૃદ્ધ ફોન મૂકીને પત્ની તરફ વળ્યો.

'ઠીક છે', તે કહે છે, 'આ બધું બરાબર સેટ થઈ ગયું છે. મારી યોજના સફળ રહી છે. તે બંને ભાઈબેન  આપણી વર્ષગાંઠ માટે આવી રહ્યાં છે અને એ પણ તેમના પોતાના ખર્ચે  !! '


બોધ :

કોઈ પણ પુરુષ / સ્ત્રી આ દુનિયામાં ૩૬૫  દિવસ વ્યસ્ત હોઈ શકે નહીં.

તમે થોડા દિવસની રજા  લો અને તમારાં પ્રિયજનોને મળો તો આકાશ નીચે નહીં આવી જાય!

જીવનમાં ઓફિસ વર્ક અથવા પૈસા કમાવવા એ જ  સર્વસ્વ  નથી !!!!

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ