વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હદયની વાત

હદયની વાત

તારા હશે સવાલ ઘણાય
ને મારો એક જ જવાબ.

દિવસ રાત જોયા કર્યા
મેં એકમાત્ર તારા ખ્વાબ.

જાણું છું હું તો ધરા સમી
ને તું ખૂબ ઊંચેરું આભ.

લાગણી હદયની માને નહીં
ના આથમે પ્રેમ આફતાબ.

અદ્રશ્ય એ અનુભૂતિઓ
સ્મરણની ભરી છે છાબ.

ન હોઈને પણ તારું હોવું
એ જ મારો મોટો લાભ.

ભલે નિ:શબ્દ તું ,હું મૌન
પરંતુ પ્રેમ છે બેહિસાબ.

પટેલ પદ્માક્ષી(પ્રાંજલ)
વલસાડ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ