વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અસમંજસ

યાદ બારામાં ભલે હવે તું ગફલત રાખે,

તારા દરવાજાને તો મારા ટકોરા સાંભરે


પછી શોધજે સેલ્ફીઓ લેવા તું ગરીબોને,

ઘરે જા તારા ઢોર બાપડા ભૂખ્યા ભાંભરે


પૂરો પોતાનો ક્યાં કોઈ સમજે છે મને ?

જરૂરિયાત મુજબ બસ થોડો-થોડો વાપરે


કુપોષિત માનસિકતા ધરાવતા સાંભળી લેજો,

પ્રેમ ફકત પામવામાં નહીં, ત્યાગમાં પણ પાંગરે


સ્વાર્થી સંબંધોનો હું  બિલકુલ નથી શોખીન,

સાચા સંબંધની ખ્યાતિ પોકારીશ ચડી કાંગરે


-વરૂણ આહીર (શોખીન)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ