વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જય'અનંત'

ગુજરાતી અને કચ્છી સાહિત્ય જગતના ખ્યાતનામ લેખક

સ્વ. ડૉ. જયંત ખત્રી દ્વારા લિખિત શ્રેષ્ઠ વાર્તાઓ....


ફોરાં, વહેતાં ઝરણાં, ખરા બપોર, લોહીનું ટીપું, આનંદનું મોત, હું, ખીચડી, સિબીલ, ગંગી અને અમે બધાં, યાદ અને હું, અમે બુદ્ધિમાનો, અમે, પ્રતાપ ઓ પ્રતાપ, ડેડ એન્ડ, ખલાસ, જળ, પતંગનું મોત, માટીનો ઘડો, નાગ, ધાડ, માટીનો ઘડો, તેજ ગતિ અને ધ્વનિ, વરસાદની વાદળી, બે આની, દામો અરજણ, કાળો માલમ, હીરો ખૂંટ, બંધ બારણા પાછળ, અવાજ-અજવાળાં, શેર માટીની ભૂખ, એક મહાન મૈત્રી


ખાસ નોંધ :

ગુજરાતી સાહિત્ય જગતમાં કચ્છનું પ્રતિનિધિત્વ કરનાર સ્વ. ડૉ.જયંત ખત્રીની વાર્તાઓના શીર્ષાકોનું સંકલન કરીને એક અનોખો પ્રયોગ સ્વરૂપે મારા દ્વારા લખાયેલ વાર્તા...


વાર્તાનું શીર્ષક : જય'અનંત'


ખરા બપોરમાં વહેતા ઝરણાંની પેલે પાર એક ઝુંપડીમાં કાળો માલમ, આનંદ, ગંગી અને અમે બધા બહારવટિયાની બીકે છુપાઈને રહેતા હતાં, આનંદ અમારો ખસમખાસ દોસ્તાર હતો, કાળો માલમ ઝૂંપડીના બંધ બારણાં પાછળ અવાજ-અજવાળામાં માટીનો ઘડો લઈને ઉભો હતો, એટલામાં દામો અરજણ શેર માટીની ભૂખ ભાંગવા ત્યાં આવે છે. દામો અરજણ કાળા માલમ પાસે જળ અને થોડીક ખીચડી માંગે છે પણ કાળો માલમ તે માટે બે આની માંગે છે, ત્યાંજ તો પવન તેજ ગતિ અને ધ્વનિ સાથે સુસવાટા મારતો ફૂંકાય છે. ઝુંપડીથી થોડેક દૂરથી અવાજ આવે પ્રતાપ ઓ પ્રતાપ! હજી તો કોઈ કંઈ સમજે તે પહેલાં જ હીરો ખૂંટ ત્યાં નાગ લઈને આવે છે અને કાળા માલમની ઝુંપડી પર ધાડ પાડે છે. થોડા સનાટા પછી કાળા માલમના હાથ પર એક લોહીનું ટીપું પડે છે. તે જોઈને કાળો માલમ સ્તબ્ધ થઈ જાય છે દામો અરજણ પણ આ બધું જોતો હોય છે. ત્યાંજ તો ગંગી ની જોરદાર રાડ સંભળાય છે ખલાસ, ખલાસ !! મારા વ્હાલા પતંગનું મોત થયું છે. અમે બુદ્ધિમાનો ઝૂંપડીમાં અમારી આંખની સામે જ આ બધું જોતા હતા વરસાદની વાદળીના ફોરાંની જેમ ક્ષણ ભરમાં અમારા આનંદનું મોત થાય છે. આમ એક મહાન મૈત્રીનો અંત આવે છે હવે તો અમને પણ મુક્તિ મળશે, હવે તો અમારો પણ ડેડ એન્ડ થાશે.. કેમ કે ઈશ્વર છે?

- ઉtpal

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ