વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નફરત

સૂચના:-(આ વાર્તામાં આવતા તમામ પાત્રો કાલ્પનિક છે અને એને કોઈપણ જીવિત કે મૃત વ્યક્તિ કે કોઈપણ સંસ્થા સાથે કોઈજ લેવા દેવા નથી. આના તમામ કોપીરાઈટ્સ લેખકના જ છે.)


***


વિસ વર્ષ, વિસ વર્ષથી હું એ સ્ત્રી, જે મારી માં હતી એને નફરત કરતી આવી, કારણ અત્યાર સુધી હકીકતથી હું સાવ અજાણ હતી, એ હકીકત જેને ખુદ મારી માંએ જ મારા થી છુપાવેલી, માત્ર એટલા માટે કે હું મારી મા સમાન માસીને નફરત ના કરું..

આ કહાની છે મારી માં ઉર્મિલાસિંહ રાઠોરની, ખરેખર એ સમયે એમના જેવું કોઈ હતું જ નહીં, એમણે જે પોતાની નાની બેન માટે કર્યું એવું આજકાલ કોઈ કરી જ ના શકે..

રાજેસ્થાન ના કોટા શહેરમાં રહેતી, કોલેજ ટોપર ઉર્મિલા રાઠોર ને એ દિવસોમાં પ્રેમ થયેલો, ગુજરાતના એક અનાથ છોકરા સાથે, નામ એનું વીર.. ઉર્મિલા દેખાવમાં થોડી સામન્ય, જ્યારે વીર ઉંચો દેખાવડો કોલેજનો સૌથી હેન્ડસમ છોકરો, એ બન્ને રોજ મળતા, કોલેજના લેક્ચર બંક કરતા અને હાથમાં હાથ પરોવી શહેરભરમાં ફરતા, વધતી જતી રોજની મુલાકાતો, અસંખ્ય વાતો ક્યારે એ બે ધડકતા હૈયાને નજીક લાવી ખબર જ ના પડી..

કોલેજની ટેરેસ પર એ બન્ને એકબીજામાં ખોવાય ગયા, હજુ હોઠ થી હોઠ જ મળ્યા હતા કે.. કોલેજ પ્રિન્સિપાલ એમને જોઈ ગયા, વીર તો અનાથ હતો, એની આગળ પાછળ કોઈ નોહતું એટલે એમણે એને કઈ ના કહેતા ઉર્મિલા ના ઘરે કંમ્પ્લેઇન નોટિસ મોકલી,

બીજે દિવસે ઉર્મિલા ના પપ્પા જયદેવભાઈ કોલેજ આવ્યા, એમણે બન્નેને સામે ઉભા રાખી બન્નેની મરજી પૂછી, બન્નેની હા, હતી બન્ને એકબીજા ને બહુ જ પ્રેમ કરતા  એટલે એજ ક્ષણે જયદેવસિંહે એમના સબંધ પર પોતાની સ્વીકૃતિની મહોર લગાવી દીધી..

કોલેજ ખતમ થતા જ, ધામધૂમથી બન્નેના લગ્ન થયા,

ઉર્મિલા બહુ જ ખુશ હતી કે, એને એનો પ્રેમ આટલી સરળતા થી મળી ગયો, એ પછી તો એ બન્ને પર જાણે ખુશીઓ નો વરસાદ થયો, વીર એની ઊર્મિ પર જાન લૂંટાવતો બન્ને બહુ જ ખુશ હતા, અને એમની ખુશીઓ માં વધારો ત્યારે થયો જ્યારે હું આવી, મારો જન્મ થયો.. ઉર્મિલા મમ્મી અને વીર પપ્પા બન્યો, મારા આગમન ની સાથે જ એમની ખુશીઓ નું કોઈ ઠેકાણું ના રહ્યું લાગ્યું જાણે અમારી ફેમેલી પુરી થઈ ગઈ.. પણ...


કહાનીમાં અચાનક એક રાત્રે બહુ મોટો મોડ આવ્યો, ખબર મળી કે મારા નાના નાની નું હાઈવે પર ઍક્સિડન્ટ થયું છે.. અડધી રાત્રે વીર અને ઉર્મિલા હોસ્પિટલ પહોંચ્યા ત્યા સુધીમાં નાનીમાં મૃત્યુ પામેલા, અને નાના છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા,

એમણે ઉર્મિલાને પોતાની પાસે બેસાડી અને એનો હાથ પોતાના હાથમાં લઈ પોતાની અંતિમ ઈચ્છા જણાવતા કહેલું કે,

ઊર્મિ મને વચન આપ કે, તું આપણી લાડલી સિયાનું હંમેશા ધ્યાન રાખીશ..

ઉર્મિલા રડતા રડતા એમનો હાથ પકડી, વચન આપ્યું ને નાના ની આંખો હંમેશા માટે મીંચાઈ ગઈ..


એ પછી વીર અને ઉર્મિલા ઓગણીસ વર્ષની સિયા ને પોતાના ઘરે લઈ આવ્યા, દેખાવે એકદમ રૂપાળી મોર્ડન આકર્ષક ફિગરવાળી સિયા ને જોઈને વીર ક્યારે એના પર ક્યારે મોહિત થઈ ગયો એને પણ ખબર જ ના રહી..

જેમ જેમ એ જીજા સાળી વચ્ચે નિકટતા વધવા લાગી, એમ એમ ઉર્મિલા એમના થી દૂર થવા લાગી,

સિયા ને લઈને બન્ને વચ્ચે રોજ બરોજ ઝઘડાઓ થવા લાગ્યા,

સિયા બાળપણ થી જ બહુ જીદી હતી એને જે જોઈએ એ જોઈએ જ, અને એટલે જ એણે એની દીદી પાસેથી એના પતિને છીનવી લીધો,


પહેલાં માત્ર ઘરમાં આવેલી સિયા ક્યારે એના બેડરૂમ સુધી પહોંચી ગઈ એને ખબર જ ના રહી.. એ પછી ઉર્મિલાએ ઘણી રાતો એમ જ રડી રડી ને વિતાવી.. એને લાગતું અને આ જે પણ થઈ રહ્યું છે બહુ જ ખરાબ થઈ રહ્યું છે.. એને થતું અત્યારે જ સિયા નો હાથ પકડી આ ઘરમાં થી ધક્કા મારી કાઢી મુકું પણ પોતે લાચાર હતી, પિતા ને આપેલા વચનથી બંધાયેલી હતી..


એને બસ એટલું જ જોઈતું હતું કે, સિયા ખુશ રહે.. એનું પિતાને આપેલું વચન બન્યું રહે.. સિયા ની ખુશી એના પતિ વીર માં હતી તો હવે એ આ સબંધમાં થી, એમની વચ્ચેથી નીકળી જવા માંગતી હતી..

પણ જાય ક્યાં.. વીર અને સિયા સિવાય એમનું આ દુનિયામાં કોઈ જ નોહતું.. અને એટલે જ એણે મરવાનો નિર્ણય કર્યો..


વિસ વર્ષ પહેલા જ એ મરી ચુકી હતી, એમણે પંખે લટકી સ્યુસાઈડ કરેલું અને મારા પપ્પા વીરે મને કહેલું કે,

બેટા, તારી મમ્મી તને મૂકી કોઈ સાથે ભાગી ગઈ.. અને એટલે જ મારે તારા માટે તારી માસી સાથે લગ્ન કરવા પડ્યા, વિસ વર્ષ હું આજ હકીકત સાથે જીવતી આવી, વિસ વર્ષ હું મારી મમ્મી ને નફરત કરતી આવી...


હમણાં આજ મહિનામાં મારા પપ્પાની કારનું ઍક્સિડન્ટ થયું અને સિયા માસી એમની સાથે કારમાં હતી..

હોસ્ટેલમાં જ્યારે મને આ ખબર મળી હું એકદમ તૂટી ગઈ.. તરત જ ભાગતી ભાગતી હોસ્પિટલ પહોંચી.. જ્યાં પપ્પાની આંખો તો ક્યારની મીંચાઈ ગયેલી બસ, મમ્મી એટલે કે... સિયામાસી એમના છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા..


મરતી વખતે એમની આંખોમાં આંસુ હતા, ચહેરા પર ભૂતકાળમાં પોતે કરેલી ભૂલોનો પછતાવો હતો..

એમણે જ મને એ હકીકતથી અવગત કરાવી જે અત્યાર સુધી મારા થી છુપાવવામાં આવેલી,

એમણે એમની ડાયરીના પાનાઓ વચ્ચે દબાવેલ એક કાગળ મારા હાથમાં મુક્યો, અને જાણે જિંદગીએ એમનો સાથ છોડી દીધો, એવું તો શુ હતું એ કાગળમાં કે, એણે છેક મરતી વખતે મને આપ્યો, એ જાણવા માટે મેં એ કાગળ વાંચ્યો,


એ કાગળ નહીં એક સ્યુસાઈડ નોટ હતી,

સિયા, તને મારો વીર બહુ ગમે છે ને, જા આજથી એ તારો, હું જઈ રહી છું તારી અને વીર ની જિંદગીમાં થી બહુ જ દૂર.. એ પણ હંમેશા અને હંમેશા માટે..

કોલેજમાં મારી સ્પીચ દરમ્યાન હું જ ગળું ફાડી ફાડીને કહેતી કે, આત્મહત્યા કરવી એ ખરી મુર્ખાઈ છે.. અને આજે હું જ મૂર્ખ બની આમ મરવા જઈ રહી છું.. પણ શુ કરું હું મારા વીર વિના જીવી નહીં શકું.. એટલે જવું છું..

મને વચન આપ કે, તું મારા વીર અને દિયા નું હંમેશા ધ્યાન રાખીશ, દિયા ને એક માં નો પ્રેમ આપીશ.. એને આ વાતની ક્યારેય ના ખબર પડવી જોઈએ કે, એની મમ્મીએ આત્મહત્યા કરી.. એને કહેજો કે, એની મમ્મી એને અને એના પપ્પાને છોડી કોઈ સાથે ભાગી ગઈ... કારણ..

એ વાંચતા ની સાથે જ મારી આંખો ભરાય આવી.., મેં આગળ વાંચ્યું

કારણ કે હું નથી ઈચ્છતી કે, એ એના પપ્પાને કે એની સિયામાસી ને ક્યારેય નફરત કરે..

-તારી મોટીબેન, ઉર્મિલા.


મમ્મીની એ છેલ્લી ચિઠ્ઠી વાંચતા ની સાથે જ, મારી આંખો ભરાઈ આવી. હું પોક મૂકીને રડી પડી.. રડતા રડતા જ એજ ક્ષણે ત્યાંથી દોડી.. હોસ્પિટલમાં થી બહાર આવી તેઝ ઝડપે કાર લઈ મારા ઘરે પહોંચી.., ફટાફટ ઉપર સીડીઓ ચડી મેં મમ્મીના રૂમનો એ દરવાજો ખોલ્યો, જે પાછલા વિસ વર્ષથી બંધ પડ્યો હતો,

એમના પ્રત્યેની નફરતમાં આંધળી બનેલી હું એમના સાયા થી પણ દૂર રહેવા માંગતી હતી, જ્યારે આજે હકીકત જાણ્યા પછી, મારે મન એ ફરી જીવતી થઈ ગઈ.., એમના રૂમમાં પહોંચતા જ મને એવો આભાસ થયો કે,

મમ્મી એજ રૂમમાં મારી આસપાસ જ છે.. દિવાલ પર લગાવેલી એમની એ વિશાળ તસવીરની પાસે જતા જ

હું તૂટી ગઈ..

મમ્મી, મને માફ કરી દે... હું તારી ગુન્હેગાર છું... હું ક્યારેય તારા આ ત્યાગ ને,  આ આત્મસમર્પણ ને સમજી ના શકી...


સમાપ્ત

© Paresh Makwana



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ