વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કેમ પપ્પા?

   હું જન્મી ત્યારે આંસુડાની ધાર ,

       ને ભ‌ઈ'લા વખતે પ્રેમનો વરસાદ ....કેમ પપ્પા?




  દીકરો ઘરનો કુળદિપક ,

​       તો દીકરી સાપનો ભારો ....કેમ પપ્પા?

દીકરો ઘરે રખડીને આવે ,

​      ને દીકરીને ભણવાનો નહીં અધિકાર ....કેમ પપ્પા?

​દીકરો કામ‌ કરે તો ઘરનો વંશ ,

​      ને દીકરી પારકી થાપણ.....કેમ પપ્પા?

​દીકરો નશામાં ધૂત થ‌ઈને આવે તો પણ ગરમ પકવાનનો પ્રસાદ ,

​     દીકરી કોલેજથી પંદર મિનિટ મોડી આવે તો પ્રશ્ર્નનો વરસાદ.....કેમ પપ્પા?

કેટીએમ ને સ્માર્ટફોનથી વધે દીકરાની શોભા,

​     ને રસોડાના કામથી વધે દીકરીની શોભા....કેમ પપ્પા?

​        દીકરાની આટલી બધી શાન ,

​શું નહીં વધે લોકોને દીકરી પ્રત્યે માન ...કેમ પપ્પા?

​ ~@urvipatel~




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ