વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તો સારું છે

તો સારું છે

- રાકેશ ઠક્કર

 

સતત સમજાવો તમે અને સમજાય તો સારું છે,

પરીક્ષા ઘણી લો અને પછી પરખાય તો સારું છે.


દુ:ખના પહાડ ઘણી વખત એવાય તૂટી પડે છે,

એ બધું ભૂલી જઇને પણ હરખાય તો સારું છે.


આધુનિકતાએ એવા તો રંગી દીધા છે એમને કે,

વડિલની વાતથી થોડું પણ શરમાય તો સારું છે.


ગુના એટલા બધા વધી ગયા છે હવે આ જગમાં,

પાપ છાપરે પોકારે અને ના છુપાય તો સારું છે.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ