વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અમારો માળો ના વિંધશો !

અમારો માળો ના વિંધશો !



સ્નેહના તાંતણે બાંધેલો અમારો માળો ના વિંધશો !

'એ હજી આવ્યા નથી' , અમારો માળો ના વિંધશો ;


બસ અમે ક્યાં કોઈ એકર માંગ્યા છે આપ પાસે ?

મળેલું ભાગ્યમાં છીનવી,અમારો માળો ના વિંધશો !


હજી મારે લાલાને આંગળી પકડી શીખવવાનું છે -

આમ આંગળી મરડી દઈ,અમારો માળો ના વિંધશો !


ઉડી જઈશું દૂર અમે ડાળી સુકાઈ જાય એ પ્હેલા ,

પણ ડાળખી કાપી જઈ , અમારો માળો ના વિંધશો !



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ