વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ગઈ

અત્તરની ઓઢણી ઓઢી તેણે કરી મહેનત,

મારા પરસેવાની સુગંધ મેદાન મારી ગઈ.


તકલીફોની આપવીતી લઈને આવતા લોકો,

મારી ઉદાસી જોઈ તેમની હકીકત હારી ગઈ.


થતો જ હતો રસ્તો પસાર ખુશાલ, ક્ષણિક!

ચીંધ્યું ત્યાં જ કોઈએ જો તેની બારી ગઈ.


રોજ સવારે ઉઠી થતી ફકત એક જ ચર્ચા,

કહેતો કે ઉજાગરો ખરો પણ રાત સારી ગઈ


હાસ્યની શોધમાં ભટકતા માનુનીઓ જુવો,

બની જોકર રળતા પેલા શોખીનની લારી ગઈ


-વરૂણ આહીર (શોખીન)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ