વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

માનતા



આજે સવાર થી એનું મન નહોતું લાગતું, આજે મહિના ના દસ દિવસ થઈ ગયા હતા ને હજી ઘરનું ભાડું નહોતું ચૂકવ્યું. બીજી બાજુ રાશન માં રૂપિયા પણ આપવાના બાકી હતા. આ કોરોના ને લીધે ૫ દિવસ તો બોની વગર ના ગયા હતા. રાકેશ ને સમજાતું ન હતું કે શું કરવું.



બપોરે જમતી વખતે પણ તેની પત્ની એ કીધું કે ખાલી બે જ રોટલી? બરાબર જમો ને, બધું ઠીક તો છે ને? એ પણ હા કહી ને નીકળ્યો.



રસ્તા માં એકટીવા ચલાવતા એને એ જ વિચાર આવતો હતો કે મુકેશ કાકા અથવા અનિલ મામા પાસે થી ઉધાર લઈ આવું. એને ખબર હતી કે બંને માં થી કોઈ ના નહિ પાડે, પણ કંઇક સંભળાવશે ખરું, નોકરી મૂકી ને સાડી ની દુકાન કરી ત્યારે કેટલું સમજાવ્ય, હવે ભોગવો બીજું શું?



આ જ વિચાર મગજ માં ચાલતો હતો ત્યાં જ આગળ રિક્ષા એ અચાનક બ્રેક મારી ને રાકેશ સહેજ ઢીલ કરી હોત તો ભટકાઈ જાત. તે ગુસ્સા માં ગાળ બોલવા જતો હતો, ત્યાં જ રિક્ષા પર કંઇક વાચ્યું ને એના ચહેરા પર સહેજ સ્મિત આવ્યું, મોબાઈલ થી એણે લખાણ નો ફોટો પાડ્યો ને એ સીધો દૂકાને જઈ ને બેઠો!



સાંજ સુધી ૧-૨ ગ્રાહક ને બાદ કરતા રાકેશ ની "આશાપુરા સાડી શોપ" માં કોઈ નહોતું ચડ્યું. એને લાગ્યું કે આજે પણ એમ જ દિવસ જશે. ત્યાં તો મુંબઈ થી અજય ઓઝા ના ફોન આવ્યો.



"રાકેશ ભાઈ, જય માતાજી, કેમ છે ધંધા પાણી?"

" બસ ચાલે છે, આ બધું પૂરું થાય તો કંઇક ધંધો વધે" આ વખતે તો નવરાત્રી પણ નહિ થાય"

" બીજું બધું ભલે, પણ નવરાત્રી તો થવી જ જોઈએ, આ વખતે અમે મુંબઈ થી નહિ આવીએ પણ મારા દીકરા ને ત્યાં દીકરી આવી છે ને એની માનતા મુજબ માતા ના મઢ માં ૧૦૮ સાડી ચડાવવાનો સંકલ્પ છે. તો એ કામ તમારા હાથે જ થવું જોઈએ. રૂપિયા હું તમને કાલે સવારે મોકલી દઉં છું પણ નવરાત્રી નું બધું જોવાની જવાબદારી તમારી હો!"



રાકેશ ની ઝલહલિયા ભરી આંખો સાથે મોબાઈલ માં બપોરે પાડેલ ફોટો જોઈ રહ્યો જેમાં  લખ્યું હતું.

"  *માંગ સિર્ફ ઉસી સે,જો દે ખુશી સે* "

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ