વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

રહું છું યાદમાં...

રહું છું યાદમાં.....


રહું છું યાદમાં તારી મને ચર્ચા મા રસ છે ક્યાં !

ફરક રેખા હું ક્યાં દોરું? પ્રણય ક્યાં છે , હવસ ક્યાં છે !


ભલે બેઠો હજારો વાર એનો હાથ ઝાલીને

પરંતુ એ ન સમજાયું હજી પણ નસ ક્યાં છે.


સમય ચાલ્યો ગયો જયારે અમે મૃગજળ ને પીતા ' તા

હતી જે એક જમાનામાં હવે એવી તરસ ક્યાં છે !


અહીં તો એક ઘારી જિંદગી વીતી છે વર્ષોથી ,

તમે માનો કે જીવનનાં બધાં સરખા દિવસ ક્યાં છે.

                                  - મહેશ વેગડ 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ