વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નશો

શરમાયા પ્યાસી પ્યાલા શરમાયી બોટલો

જોઈને તેમના મલકાટને શરમાયો નશો 


છે બાપડી શરાબ બદનામ નામથી દોસ્ત,

શોધી આપ તેનાં હોઠોનાં સમકક્ષ નશો.


જોઈ ઝુમતા તેમની મીઠી યાદોનાં કેફમાં,

લાયકાત લુપ્ત લાગતા ગભરાયો નશો


ફુલબહાર ખીલ્યા બાદ મહેફિલે મહેરબાન,

એકલતામાં અંજાયેલો જોઈ મને કરમાયો નશો


શોખીન છે બધા મારા જ, જે છે દર્દમાં ડૂબેલા

જોઈ આંસુ સાથે હાસ્ય વેરતા ભરમાયો નશો


-વરૂણ આહીર (શોખીન)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ