વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સ્નોડ્રોપ્સ - લુઈસ ગ્લીક

મારા અતીતને હું કેમ જીવ્યો હતો,

એ તમે જાણો છો?

નિરાશાનો અર્થ તમારે પામવો છે?

તો પહેલાં શિયાળાનો અર્થ તમારે સમજવો પડશે

માટીમાં દટાઈને પડ્યા રહેવું

જીવતાં રહેવાની કોઈ અપેક્ષા વગર

ફરી આંખ ખોલવાની ઈચ્છા વગર

મારા ભેજને માટીમાં તજીને

મારાં શરીરને કદીયે અનુભવ્યાં વગર

કોઈના સાદનો ઉત્તર આપવાનું

હું વીસરી ગયો છું

 

મુદતો પછી

વસંતનો પહેલોવહેલો તડકો મને યાદ અપાવે છે કે

ખીલવું એટલે શું

ડર તો છે, પણ તારી સંગાથે છું

રુદન—જોખમ—આનંદ

બધું જ અનુભવું છું

નવી વસંતની ઠંડી લહેરખીમાં!


(ભાવાનુવાદ – સ્પર્શ હાર્દિક)

લુઈસ ગ્લીક - આ વર્ષનું સાહિત્યનું નોબેલ પારિતોષિક જીતનાર કવયિત્રી

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ