વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શબ્દોની રમત

શબ્દો પણ જો ને કેવા અળવિતરાં છે

સંભાળીને ગોઠવું છતાં વિખેરાઈ જાય છે


ક્યારેક 'તમે' માંથી 'તું' થઈ જાય છે ત્યારે

જાણે એક પોતીકો સંબંધ રચાઈ જાય છે


તો જ્યારે 'હું' માંથી 'આપણે'બની જાય ત્યારે

સહિયારી લાગણીના તાંતણે બંધાઈ જાય છે


ને જ્યારે 'તારું-મારું' અલગ થવા લાગે

ત્યારે  સંબંધોના ચીર હણાઈ જાય છે


તો, શબ્દોની રમતમાં જ કેટલીક લાગણીઓ

તૂટે છે તો કેટલીક ફરી જોડાઈ જાય છે


પણ શબ્દોના આ તોફાનને જે જીરવી જાય

તેમની વચ્ચે મજબૂત કડી જોડાઇ જાય છે.

     -   નેહા ઠાકર

25-6-2020

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ