વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તેને સમય આપો..!

ચશ્માંની આંખે.... ૧૬૨!


તે જ્યારે સમય લે છે.!


*  તે જ્યારે *  એક  કપ ગરમ  ચા પીવા માટેનો સમય લે છે, ત્યારે તેને એટલો સમય લેવા દો.

       તેણે  તમારા માટેનું  ભોજન રાંધવા અને પોતે  ચા પીવા બેસતાં પહેલાં તમને  ભોજન પીરસવાનો સમય આપ્યો છે.


* જ્યારે તે મેનૂમાંથી કોઈ ડીશ પસંદ કરવા માટે * સમય લે છે, ત્યારે તેને એટલો સમય  લેવા દો.

       દરરોજ, તેણે તૈયાર કરવાના દરેક ભોજન માટે, તેણે શું બનાવવું, કેટલું અને કોના માટે બનાવવું એ  વિચારવાનો સમય આપ્યો છે.


* જ્યારે તે તમારી સાથે ફરવા જવા માટે * સમય કાઢે  છે, ત્યારે તેને એટલો સમય લેવા દો.

       તેણીએ સુનિશ્ચિત કરવા માટે તેનો સમય આપ્યો છે કે તમારાં ઇસ્ત્રી કરેલાં કપડાં તેમની જગ્યાએ છે અને તમારાં મોજાં ક્યાં છે તે તમારા કરતાં વધુ સારી રીતે જાણે છે.  તેણે વિચારપૂર્વક  તમારા બાળકને સુંદર   પોશાક પહેરાવ્યો  છે જેથી  આજુબાજુનાં સૌથી સુઘડ  પોશાકવાળા બાળક જેવું તમારું બાળક દેખાય.


* જ્યારે તે ટીવી જોવા માટે સમય કાઢે  છે, ત્યારે તેને એટલો સમય લેવા દો.

          તે ફક્ત અડધું જ  ધ્યાન આપી   રહી છે કારણ કે તેના માથામાં ઘડિયાળ ટિક ટિક કરી રહી છે. વાળુનો સમય નજીક આવતાં જ, તમે તેને  ભોજન તૈયાર કરવા જતી જોઈ શકશો.


* જ્યારે તે તમને * નાસ્તો પીરસવામાં સમય લે છે, ત્યારે તેને એટલો સમય લેવા દો.

         તેણે પોતાને માટે દાઝી ગયેલું  ટોસ્ટ એક બાજુ રાખ્યું છે અને તે તેના પરિવારને માટે તેનાથી જે કંઈ  થઈ શકે છે તેવી  સેવા આપવા માટે સમય કાઢી રહી છે.


* જ્યારે તે તેની ચા પીધા પછી સમય લે છે * ત્યારે બારીની પાસે જ બેસીને કંઇપણ નિહાળતી હોય તો, ત્યારે તેને નિહાળવા દો.

         તેણે તમને તેના જીવનના અસંખ્ય કલાકો આપ્યા છે ... તે તેનું જીવન છે!  તેને તેના માટે થોડી મિનિટો લેવા દો.


_તેના જીવનમાં દોડધામ કરી રહી છે, જ્યારે પણ જરૂર પડે ત્યારે તેનો સમય આપી દે છે ._

_ તે તેની જાતને જેટલી દોડાવે  છે, તેના કરતાં વધુ દોડાવો નહીં ._

_ તે તેની જાત ઉપર  જેટલું દબાણ કરે છે એનાથી વધુ દબાણ ન કરો ._


મારી  બધી પરિચિત,  માનનીય  મહિલાઓને વંદન  .. !! ❤️

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ