વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શહેર ધબકતું થયું છે

શહેર ધબકતું થયુ છે


શહેર ફરી ધબકતું થયુ છે

સુના રસ્તા અને સુની  શેરીઓ

જાણે ફરીથી સજીવન થઈ છે


પક્ષીઓના કલરવથી થતી સવાર,

હવે ટ્રાફિકના અવાજથી શરૂ થઈ છે


રોજ મળતા પરિચિતોની મધુરી

મુસ્કાન હવે માસ્કમા કેદ થઈ છે


મળતા હતા જે મિત્રો ગળે મળીને

આજે એ મુલાકાત દૂરની થઈ છે


રાખવું જ પડશે અંતર આસપાસ

સાવચેતી હવે જરુરી થઈ છે 

  શહેર હવે ધબકતું થયુ છે...

   

  #નેહા ઠાકર

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ