વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વેદના ની ટશર

ઉઝરડાયેલ, ધવાયેલ,

મારાં અસ્તિત્વના ચીંથરા

મૃતપાય થઈ સંકેલાઈ જાય છે,

સુન્ન થયેલી મારી આ દુનિયા

ઢસડાતી ઢસડાતી  ભોંય પર

કાબુ ગુમાવતી જાય છે  ,

તારાં ડુસકાના પડઘા

મને બેવફાનું બિરુદ આપી

સળગાવી,દઝાડી ફોલ્લા પાડી

અવિશ્વાસના આશ્ચર્યમાં 

ગરકાવ કરી મૂકે છે.

વેદનાની ટશરો આંખમાંથી

ફૂટી નીકળી મને કહી જાય છે

જીવવું  જ નથી હવે મરવું છે, 

તારી યાદો માં હવે  કેટલું તરફડવું

આ અજનબી મુલ્ક મને

નિયતિ ની વિકારાળતાની

ધુમ્મ્સમાં વેરાન, ઉજ્જડ

કરી મૂકી મને અકાળ મોતે મરવા

ખેંચામતાણી  કરી રહી છે,

તું જ માત્ર એક ઉકેલ છે

મારી દયનીય સ્થિતિનો, પણ

હું તારી પાસે માત્ર એક જ ચીજ

માંગુ છું, મને આ કટોકટીની પળોમાંથી

ઉગારી એક અમાનુશી આશા આપ

મૃત્યુ ભેટે તે પહેલાં તને ભેટી પડવું છે.

પારુલ અમીત"પંખુડી"



 


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ