વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કિંમત છે

ના તો તેમને સ્વાર્થી લાગતા વ્હાલની કિંમત છે

ના તો તેમને અર્થહીન લાગતા સવાલની કિંમત છે


જે સાથે રહીને પણ સમજી ના શક્યા,

ના તો તે દુર્ભાગી મારા હાલની કિંમત છે


શોધતા રહ્યા તે માત્ર ઉપરી ઈજાઓ, મતલબ!

ના તો ઘવાયેલા મારા હૃદયની બબાલની કિંમત છે


લાવ ગણી આપું તારા સમયનું મૂલ્ય, તે કહેતા!

ના તો 'છે સમય અમૂલ્ય' તેવાં ખ્યાલની કિંમત છે


તે હસમુખા કહેવાતા અમારી જોકરગીરીને લીધે,

ના તો નિઃસ્વાર્થ તેવાં કોઈ કમાલની કિંમત છે


શબ્દો ગયા ઉપરથી અને સંગીતમાં પણ છેતરાણા,

ના તો તે નાસમજને સાચા કવાલની કિંમત છે


જેની આજ સુધારવાનો હું બન્યો ફકત 'શોખીન'

ના તો તેને મારી આજ ના તો કાલની કિંમત છે


-વરૂણ આહીર (શોખીન)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ