વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મને એ ગમે

​ફૂલ જેવી ફૂલજરી નામ તારું ગુલગસતો

હેત તારા હાથોમાં ઘણો મને પ્રેમ પ્રેમ કરે

તારી મિઠ્ઠી મિઠ્ઠી વાતો મધ પ્‍યારી લાગે

તારું હળવું હળવું હસવું , મને એ ગમે.


સુંગધ ઘણી તારા ફૂલ જેવા જીવતરમાં

હું તેમાં પહોરવાઈ જવ તેવી લગન સાથે

તારા હસતાં ખિલતાં જીવનમાં પ્રેમ ભરી આવું

કરું તને હું ઘણી રાજી રાજી , મને એ ગમે.


તું અને તારી નટખટ સરારતો

ચાલતાં ચાલતાં મને કરતી સાળો

આ કંકણનાં ઈસારા ,મને એ ગમે.


તું કહે કે, ના કહે હું જાણું છું તુ પણ મને ચાહે

તારા દિલની વાત જાણી

તને આંખોથી જ પ્રેમ કરવું , મને એ ગમે.


ક્‍યારેક ક્‍યારેક તારું હસવું અને

એમા ફૂલ બની ખિલ્‍લી જવું

સામે નહી પણ

ચોરીચુપીથી મને માણી લેવું , મને એ ગમે.


આ ભરતી ઓઢની નાવ સાથે

પરી પિગળતી રો.. સાથે

તારું એમાં ભીંજાવું અને

તને મન ભરીને માણવું , મને એ ગમે.


કોમળ કાયા તારી અદ્‍ભૂત કળા એમા

ફૂલ જેમ કમળ બની ખિલવું તારું  , મને એ ગમે.


➡ સોસાતૃપ્‍તિ.✍


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ