વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આરંભનું અંધારું - લુઈસ ગ્લીક


વસુધા પાસેથી

આનંદની અપેક્ષા તમે કેમ રાખી શકો?

પ્રત્યેક અવતરિત વસ્તુઓ

મારાં પર ભારણ છે

એમનાંથી લદાઈને હું, તમારાં

સૌના ભાર તળે

કેમ સફળ થાઉં?

 

તમે

તમારા સત્તાવાહી અવાજે

મને

એ જણાવવામાં આનંદ અનુભવો છો

કે તમારાં સૌમાંથી

કોણ છે સૌથી વિશિષ્ટ

કોણ છે અદ્દલ મારાં જેવું

તમે શુદ્ધ જીવનને

એક આદર્શ તરીકે પ્રદર્શિત કરો છો

જેને પામવાનો ધખારો રાખો છો

એ વૈરાગનો મહિમા ગાઓ છો

 

ખુદને ઉકેલવામાં ગોથા ખાતાં

તમે

મને શું સમજવાનાં?

તમારી સ્મૃતિઓ એટલી બળુકી નથી

કે અતીતમાં

દૂર સુધી દોડી શકે

 

હું તમારી જનની છું

એ હકીકત

કદી

વિસરાય નહીં

એકમેકના સંપર્કમાં આવ્યાં

એટલે આ પીડા ભોગવી રહ્યાં છો

એવું જરાય નથી

એનું કારણ એટલું જ

કે

તમે જન્મ લીધો

કે

તમને જીવન જોઈતું હતું

મારાથી નોખું.

 


(ભાવાનુવાદ – સ્પર્શ હાર્દિક)

 

​​લુઈસ ગ્લીક - આ વર્ષનું સાહિત્યનું નોબેલ પારિતોષિક જીતનાર કવયિત્રી.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ