વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

માતાનું ચિત્ર

શાળાના ચોથા ધોરણના વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધા રાખવામાં આવી હતી. દરેક બાળકને તેના ઘરમાં માતાની તસવીર હોય તેના પરથી ચિત્ર બનાવીને રજૂ કરવા કહેવામાં આવ્યું હતું.

દરેક વિદ્યાર્થી પોતાની માનું સુંદર ચિત્ર બનાવીને લઈ આવ્યો હતો. તેમાં સરસ મજાના રંગ પૂર્યા હતા. કેટલાકના ચિત્ર અસલ તસવીર જેવા જ લાગતા હતા. 

ક્લાસના શિક્ષિકાએ બધાના ચિત્રો જોયા. તેમણે એક ચિત્ર અલગ રાખ્યું અને વિદ્યાર્થીઓને કહ્યું:"બધાએ પોતાની માના સરસ ચિત્રો તૈયાર કર્યા છે, પણ આ એક ચિત્ર અંબેમાનું દોરવામાં આવ્યું છે,  સોહન ઉભો થાય..." 

સોહન ઊભો થયો. 

શિક્ષિકાએ પૂછ્યું: બેટા, કેમ તારી માનું  કોઈ ચિત્ર તૈયાર ના કર્યું? ઘરમાં માની તસવીર નથી?

અનાથ સોહને જવાબ આપ્યો:"ટીચર મારા ઘરમાં અંબેમાનું જ ચિત્ર છે, એટલે એ જ દોર્યું.

શિક્ષિકાએ કહ્યું:"હા બેટા, દેવીમા બધાની મા છે."

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ