વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કર્મ ના ફળ

મેં ધડ દઇ ને દરવાજો ખોલ્યો ને પ્રિન્સિપાલ સાહેબ ને કીધું, "સર આટલો અર્જંટલી બોલાવ્યો, રોહન બરાબર તો છે ને? એને કંઈ વાગ્યું તો નથી ને?"


શર્મા સર શાંતિ થી બેઠા કહ્યું " ના રોહન ને વાગ્યું નથી પણ ચોરી નું પ્રશ્ન છે એટલે તમને ઝડપ થી બોલાવ્યું"


" શું ચોરી થઈ ગયું રોહન ના બેગમાંથી? એને ખૂબ સમજાવ્યું છે કે પોતાની વસ્તુ સાચવી ને રાખે", હું હજી ગુસ્સા માં જ હતો. કેટલી અગત્ય ની મીટીગ મૂકી ને હું આવ્યો તો એ શર્મા સર થોડી સમજે. ત્યાં જ ને રોહન ને બાજુની સીટ પર બેઠેલો જોયો ને થોડી રાહત થઇ


શર્મા સર ધીમે થી આગળ ઝૂકી ને પોતાની વાત શરૂ કરી," એવું નથી, રોહન એ ચોરી કરી  છે. તેના ક્લાસ ના એક વિદ્યાર્થી ના બેગ માં થી પેન્સિલ લીધી છે." મારા પગ નીચે થી ધરતી ખસી ગઈ.


" બીજું કોઈ હોત તો અત્યારે એલ સી પકડાવી દીધું હોત પણ તમારા પિતા મારા ગુરુ હતા ને તમે પણ ડેપ્યુટી કલેકટર લેવલ ના અધિકારી છો એટલે આપ ને વાત કરવી યોગ્ય છે"


તેમણે એકદમ શાંતિ થી કહ્યું. 


"સર પણ કઈ ભૂલ થતી હોય. " મારા શબ્દો નહોતા નીકળતા.


" જી ના, સી સી ટીવી ફૂટેજ જોયા પછી જ મે આપને બોલાવ્યા છે ને હજી આપ ને પણ બતાવી શકું છું"


હું રોહન ને ગુસ્સામાં  જોઈ રહ્યો, મને હતું કે તે રડશે કે માફી માંગશે પણ તે મને જોઈ રહ્યો ને કહ્યું, " ડેડી તમે સન્ડે ના બેગ લઈ આવ્યા ત્યારે મમ્મી એ લેવાની ના પાડી ત્યારે જ તમે  કહેતા હતા કે કોઈ ને ખબર ન પડે એમ લેવા માં કોઈ વાંધો નથી" 


હું ભીની આંખે બહાર નીકળ્યો ને બોર્ડ પર સુવિચાર દેખાયું " કર્મ ના ફળ અહી જ ભોગવવા પડે છે"



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ