વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તું

તું...

બસ, તું જ...

 

તારી સાદગી,

તારું સૌન્દર્ય,

મારા જીવનમાં તારું અસ્તિત્વ...

 

તારી વાતો,

તારું મૌન,

તારું સ્મિત,

તારું હાસ્ય,

તારી આંખોમાં વહેતો મારા માટેનો એ હેત...!

 

તારી સમજ,

તારી સહજતા,

બાળકો જેવી તારી એ ઋજુતા,

તારા વિચારો,

તારી એ ખુમારી,

પ્રેમનું સરળ સ્વરૂપ એટલે તારો એ ચેહરો...!

 

આ બધું જ વિશિષ્ટ,

આ બધું જ સુરૂપ,

પણ એ બધાથી ય સુંદર,

એ બધાથી ય ઉપર,

 

તું જ...

બસ, તું જ...

 

- હાર્દિક (૩૦/૦૬/૨૦૧૯)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ