વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શિયાળા ની ગુલાબી સવાર

શિયાળા ના દિવસો હતા.એમાં પણ નશીલી રાત અને ગુલાબી સવાર નું વર્ણન તો કરી જ ન શકાય..!
નિરવ શાંતિથી ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો અને સરસ મજાના સપના જોઈ રહ્યો હતો.
એટલામાં પરોઢ થવા આવ્યું.
એટલામાં નિરવ ના મમ્મીનો અવાજ આવ્યો, " ચાલ, બેટા ઉઠી જા સ્કૂલે જવાનું મોડું થશે.
નિરવ માંડ માંડ જરા ઉભો થયો.
ત્યાર પછી એના મમ્મી અન્ય કામ માં લાગી ગયા.
નિરવે આજુબાજુ જોયું તો પરિવાર ના અન્ય સભ્યો મસ્ત-મજાના સુતા હતા.
કડકડતી ઠંડી એવી કે પાછું સુવાનું મન થઇ જ જાય
એમાં પણ ધીમો ધીમો પંખો ચાલતો હતો અને સહેજ અમથી ખુલી રહેલી બારી માંથી એ ઠંડો પવન ભલભલાને સુવા મજબુર કરીદે!
નિરવ પણ એના મમ્મીને પાંચ મિનિટ એમ કહીને ફરી સાલ ઓઢીને સુઈ જાય  છે અને સપનામાં ખોવાય જાય છે.
એટલામાં સૂર્યનારાયણના કિરણો પેલી બારીની તિરાડમાંથી નિરવની આંખ માં પડે છે અને ક્યારે સવાર પડી જાય એની ખબર રહેતી નથી...!

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ