વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ડરતો નથી

હું  તો ખુદની વાતથી ફરતો નથી;

એટલે  જગને  અનુસરતો   નથી.


કામ  સાથે  કામ  રાખું  છું  અહીં;

કોઈની   પંચાત   હું   કરતો  નથી.


હું   ડરું  છું  માત્ર  ઈશ્વરથી બકા,

અન્ય   કોઈ  લોકથી  ડરતો નથી.


કેટલું  સુંદર  જીવન-સાગર  મળ્યું!

હું   જ  છું નાદાન  કે  તરતો  નથી.


કોઈએ  નક્કી   કર્યો  છે  ઘા  મને;

હું  કદીયે  આમ  તો  ખરતો  નથી.


- ઉમેશ તામસે 'ધબકાર',

   વ્યારા (તાપી)




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ