વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શબને શણગારો

વેળને વીરા,હવે શણગારો.

શબને સંકોરો..........


અબીલ,ગુલાલ ને અત્તર છટાવો.

સાત,સાત નદી નાં 'નીર' મંગાવો.

હલકે,હલકે નવડાવો,વિલંબ ન કરો.

વેળને વીરા,શણગારો.

શબને સંકોરો..........


રુદન,આક્રંદ ને વિરામ અપાવો.

રથ મંગાવો,શબને સંકોરો.

ઓઢાડી પિયર ની ચુંદડી એને,

પ્રભુતા માં પગલાં મંડાવો.

મંત્રોચ્ચાર કરી,એને કાંધે ચડાવો.

વેળને વીરા હવે,શણગારો.

શબને  સંકોરો...........


વિદાય વહાલ થી,વીરા અપાવો.

એની સ્મૃતિ ની છબીઓ.

રુદિયામાં સજાવો.

એને પહેરવા,શ્વેત શ્વાસો.

શબને સંકોરો.-

વેળને વીરા હવે,શણગારો.

શબને સંકોરો...............

✍️જયા.જાની.તળાજા. "જીયા"









ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ