વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ગઝલ ■ વિવેક છે..

ગઝલ ■ વિવેક છે

સંવેદના ભલે અલગ હો છતાં પ્રેમ એક છે,

પણ એના નામે જગમાં વિવેચન અનેક છે.


સૌન્દર્ય નિરખી કોઈના નયનો અગર ઝુકે,

તો બસ સમજવું કે એ પ્રણયનો વિવેક છે.


છલકાવું સુકી આંખોનું એમાં નવાઈ શી?,

દિલમાં તમારી યાદનો રાજ્યાભિષેક છે.*


મૃત્યુ મળે મને જો મહોબતમાં તો "દિલીપ"

મૃત્યુ ને પણ લગાવું ગળે - એવી ટેક છે.


દિલીપ ઘાસવાલા


*તરહી પંક્તિ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ