વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જિજીવિષા

શીર્ષક : જિજીવિષા


સવાર થી સાંજ

તે મશીનની જે ચાલતી જતી

કામ પૂરું કરતી

એક પછી એક

બધા સુઈ જતા

ત્યારે તે જાગતી

વિચારતી

દુનિતા ભરની વાતો

જીવન ના પન્ના ઉઠલાવતી

ઘણા પ્રશ્નો ના જવાબ શોધતી

સપના,ઉમ્મીદ,પ્રશ્નો

બધાથી પસાર થઈ

પોતાને મળતી

ખુદથી લડતી

ઉંડા શબ્દો

અસંખ્ય અર્થ

અનેક ભાવ

શાંતચિત્તે સાંભળતી

અને પોતાને લખતી  

દુનિયા માટે માત્ર શબ્દો

પણ એના માટે ઉર્જા 

*જિજીવિષા*

રાતના શાંત પ્રહરે

તેનો સૂર્યોદય

અને ફરી તૈયારી કરતી

થોડા સમય માટે મશીન બનવા.


-ગિરિમાલસિંહ ચાવડા 'ગીરી'

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ