વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એવો કોઇ રાગ બનાવીએ

એવો કોઇ રાગ બનાવીએ


-રાકેશ ઠક્કર


આવો આનંદનો કોઇ બાગ બનાવીએ,

ખુશી મળે એવો કોઇ રાગ બનાવીએ.


બીજાને તો મળતા જ રહીએ છીએ ને?

જાતને મળાય એવો રસ્તો બનાવીએ.


પડાં કે બીજી વસ્તુઓ બહુ ચમકાવી,

ખુશી અને સંતોષથી ચહેરો ચમકાવીએ.


કરચલીઓ, નબળાઇ વગેરે તો આવશે જ,

ચાલો ઉત્સાહથી મનને યુવાન બનાવીએ 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ