વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

# મી ટૂ

"હું અને 'મી ટૂ'! ના, ના અને ના! મારે કાસ્ટિંગ કાઉચ પરથી ક્યારેય પસાર થવું પડ્યું નથી. મને મારો પ્રથમ અને મોટો બ્રેક ફક્ત મારી ટેલેન્ટથી મળ્યો છે." સિમોનીએ ફેસબુક પર લખ્યું.


"ઓકે, રાઇટિંગ મસ્ત છે, સાથે એક સરસ સેલ્ફી મુકીશ." ચાર-પાંચ અલગ પોઝમાં સેલ્ફી લઈ જોઈ પણ ગરદન પરના ભૂરાં ચાંઠા દેખાઈ જતા હતા. "સાલો જંગલી મહેરા! એને રેપસીનમાં વાસ્તવિકતા લાવવી હતી!"સિમોનીનાં મોઢામાંથી ગાળ નીકળી. જુનો ફોટો મૂકી અપલોડ કરવાં જતી હતી ત્યાં બેંક મૅસેજ જોયો. સાઇનિંગ ઍમાઉન્ટનું પેમેન્ટ સ્ટોપ!


તરત મહેરાને ફોન કર્યો. ફોન પટકીને ધૂંધવાતા મગજે બેસી પડી.




"અચ્છા!" સિમોનીએ સિગરેટ સળગાવીને રૂમમાં ચક્કર માર્યા. "દગો! રોહિણી સાથે  ફિલ્મ...! નહીં બનવા દઉં.


ક્લિપ્સ મહેરાને સેન્ડ કરવાનો વિચાર કર્યો. "નહીં, પર્સનલી જ બતાવીશ, એને મારાં રેપ વિકટીમનાં રિયલ એક્સપ્રેશન જોવા હતા, હવે મારે એના ડરેલા એક્સપ્રેશન જોવા છે."


"કલીપ વાઇરલ થાય તો એના બધી બાજુથી બાર વાગી જશે,"


"તારા ગ્લાસમાં ડ્રગ નાખીને તારા બેનરની આગામી ચાર ફિલ્મો લઈ લીધી છે. ટેલેન્ટ જાય ભાડમાં! હવે તું લખજે," સિમોનીએ દાંત પીસ્યા, "મી ટૂ!"


"ના, હું તને સેન્ડ નહીં કરું, તારા ફોનથી જ શૂટ થઈને મને મોકલાવીનેજ હોટેલથી નીકળી હતી! હવે ફૂલ પૅમેન્ટ એડવાન્સ લઈશ."


પાછો વિચાર બદલાવ્યો...


મહેરાને એ કલીપ ટેગ કરીને મૅસેજ કર્યો,"તમે મારી સાથે આ શું કર્યું? હવે મારું શું થશે?"














ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ