વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ચા પીવા આવજો..

સૌ પ્રથમ પ્રેમનો પ્રસ્તાવ લઈ આવજો

સાંભળો,એ બહાને ચા પીવા આવજો..


ઉકળતી આ ચામાં ઘોળી છે મેં મીઠાશ

માણીગર મારે ત્યાં ચા પીવા આવજો..


રચાતા વમળ શાંત થઈ સમી જાય તો,

વ્હાલનો ઉભરો થઈ ચા પીવા આવજો..


જિંદગીની સફરમાં થઈ જાઉં એકલી હું,

તો હૂંફાળો હાથ ધરી ચા પીવા આવજો..


અસ્તિત્વને એકબીજામાં ઓગાળી દઈએ તો,

હકારે હૈયું ધબકાવી તમે ચા પીવા આવજો..


સાત જન્મનો સાથ જોડાઈ જશે મંડપમધ્યે

શરૂઆતમાં કંકોત્રી લઈ ચા પીવા  આવજો..


ચા સાથે થીજી જાય શમણાઓ સહજીવનના

એ પહેલાં વ્હાલમ એકવાર ચા પીવા આવજો..


માનસી પટેલ'માહી'

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ