વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આવું શું કરે છે બકા ?

  આરવ તેની ફ્રેન્ડ ના ઘૂંટણ પર હાથ રાખીને તેને મનાવી રહ્યો હતો. આરવ તેની ફ્રેન્ડને બકા કહીને સંબોધન કરતો. આજે તેની ફ્રેન્ડ પ્રિયાએ તેની સાથે એવી વાત કરી કે તે સાંભળીને આરવને દુઃખ લાગ્યું અને તે તેની સાથે આવું ના કરવા માટે પ્રેમથી મનાવી રહ્યો હતો.


પ્રિયા અને આરવની મુલાકાત ફેસબૂક પરથી થઈ હતી. ધીમે ધીમે તેઓ ત્યાં મેસેજ પર વાત શરૂ કરી હતી અને આ વાત ક્યારે આગળ વધીને whatsapp અને ત્યાર બાદ કોલ સુધી આવી ગઈ ખબર પણ ના રહી..!


સવાર ના ગુડ મોર્નિંગ ના મેસેજ થી લઈને રાતના ગુડ નાઈટ ના મેસેજ સુધી બંને કલાકો સુધી વાતો કરતા. આમ, ધીરે ધીરે બનેન્ની કેમેસ્ટ્રી મળવા લાગી. અને એક દિવસ આરવે પ્રિયાને સામેથી પ્રપોઝ કરી દીધું.


પરંતુ પ્રિયા ને હજી થોડો સમય આ અંગે વિચાર કરશે તેવું કહે છે. પ્રિયાને આરવને થોડો નજીકથી જાણવો હતો એટલે તેણે થોડા સમય રાહ જોવા માટે કહ્યું. આરવ પણ પ્રિયાની ખુબ રિસ્પેક્ટ કરતો હતો એટલે તેણે પ્રિયાની વાતને માન આપીને થોડા દિવસ રાહ જોવાનું નક્કી કર્યું.


આમ , આરવ અને પ્રિયાને લગભગ એક વર્ષ વિતી ચૂક્યું હતું. તેઓ વચ્ચે ઘણીવાર  નોક જોક થતી પણ તેઓ વધુ સમય એકબીજા થી દુર નહોતા રહી શકતા. આમ, તો આરવ જ પહેલા સોરી બોલીને ઝઘડો ખતમ કરી દેતો. પણ ઘણીવાર પ્રિયા પણ આરવને સોરી કહી દેતી.તે આરવ ને દુઃખી ના જોઈ શકતી. આમ, બંને વચ્ચે ખૂબ વચ્ચે પ્રેમ વધતો જતો હતો. પણ હજી સુધી પ્રિયાએ આરવ ને હા કહી ના હતી. આરવે પણ ક્યારેય સામેથી પ્રિયાને આ અંગે વાત કરી ના હતી કે હવે તું ક્યારે મારા પ્રેમનો સ્વીકાર કરીશ. તે જાણતો હતો કે એક દિવસ પ્રિયા જરૂર સામેથી વાત કરશે.


પ્રિયા અને આરવ હવે ખૂબ સારા દોસ્ત બની ચૂક્યા હતા. એટલે કોઈપણ વાત હોય તે એકબીજાથી ક્યારેય છુપાવતા નહિ. નાની નાની વાત તેઓ એકબીજા સાથે શેર કરતા. આરવ ને પ્રિયા સિવાય બીજી ઘણી ગર્લસ માં ફ્રેન્ડ હતી પણ પ્રિયાને તેનાથી કોઈ ફરક નહોતો પડતો કેમ કે પ્રિયાને વિશ્વાસ હતો કે આરવ માત્ર તેને જ સ્પેશિયલ ફ્રેન્ડ માને છે. અને તે ક્યારેય મારી સાથે રમત નહિ રમે અને આમ પણ પ્રિયા મોર્ડન છોકરી હતી એટલે તેને આરવ ગમે તે ગર્લ સાથે વાત કરે તેને પ્રોબ્લેમ ના હતો. આરવ પણ પ્રિયાને બોય માં ફ્રેન્ડ રાખવા માટે ક્યારેય ના કહેતો ના હતો . તેને પણ પ્રિયા પર પૂરો ભરોસો હતો. આમ , બંને વચ્ચે ઘણી સારી એવી કેમેસ્ટ્રી હતી.


પ્રિયા અને આરવ અલગ અલગ સિટી ના રહેતા હોવાથી હજી સુધી એકબીજાને મળ્યા ના હતા.પણ મળવું તો બંને ને હતું પણ સમય અને સંજોગ તેને સાથ આપતા ન હતા. પરંતુ આખરે એક દિવસ એવો પણ આવી ગયો કે બંને પહેલી વખત મળવાના હતા. પ્રિયા જે સિટી માં રહેતી હતી તે જ સિટીમાં આરવને એક જોબ માટે ઇન્ટરવ્યૂ લેટર આવે છે. અને તેણે પ્રિયાને આ ઈન્ટરવ્યુ વિશે ની વાત જણાવી કે પોતે તેના સિટી માં એક જોબ ના ઇન્ટરવ્યૂ માટે આવી રહ્યો છે. અને તે પણ જણાવ્યું કે શું તો તે તેને મળવા આવી શકશે? પ્રિયા પણ આરવ ને ઘણા સમયથી મળવા માંગતી હતી એટલે તેણે તરત હા કહી દીધી,, કે હા પોતે જરૂર તેને મળવા માટે આવશે. આરવ પણ પ્રિયાની વાત સાંભળીને ખુશ થઈ ગયો અને તેણે પ્રિયાને પૂછી લીધું કે પોતે પહેલીવાર મળવા આવી રહ્યો છે તો તેમના માટે શું ગિફ્ટ લઈને આવે. પરંતુ પ્રિયા આરવને ગિફ્ટ માટે ના કહે છે. છતાં પણ આરવ મનમાં નક્કી કરે છે કે તે જરૂર પ્રિયા માટે કઈંક મનગમતી વસ્તુ લઈને જશે.


આમ , થોડા દિવસ પછી આરવ પ્રિયાને મળવા માટે તેના સિટી માં આવી પહોંચે છે. આરવ પ્રિયાને એક પાર્કમાં મળવા માટે બોલાવે છે. અને આરવ પાર્કમાં એક બાકડા પર બેસીને પ્રિયાનો ઇન્તજાર કરે છે. આજે આરવ ખૂબ ખુશ હતો કેમ કે પહેલીવાર તે પ્રિયાને મળવાનો હતો. તો ,બીજી તરફ પ્રિયા પણ ખૂબ એક્સાઇટેડ હતી કે તે આજે આરવને ખૂબ નજીક થી જાણશે. આમ તો આરવ સાથે રોજ ફોન પર વાત થતી પણ જે વાત આજે ફેસ ટુ ફેસ થવાની હતી તેની ખુશી અને આનંદ કંઇક અલગ રહેવાનો હતો.


પ્રિયા ઘરેથી આરવને મળવા માટે નીકળે છે. તે રસ્તામાં બસ એક જ વિચાર કરતી હતી કે આજે તે જરૂર આરવને પોતાના દિલની વાત જણાવી દેશે અને તેને એક સરપ્રાઈઝ આપશે. આરવ આ સરપ્રાઈઝ સાંભળીને ખૂબ ખુશ થઈ જશે. તેણે ક્યારેય સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે આજે તેને તેનો લવ મળી જશે. પ્રિયા મનમાં વિચાર કરતી કરતી પોતાની કાર લઈને આરવ જ્યાં હતો તે પાર્ક આગળ આવીને ઊભી રહે છે.


આજે પ્રિયા ખૂબ સુંદર રીતે તૈયાર થઈને આવી હતી. કેમ કે આજે તેના માટે આ દિવસ ખૂબ સ્પેશ્યલ હતો. પ્રિયા પાર્કમાં  દાખલ થઇને આરવને ફોન લગાવે છે. આરવ પણ જાણે કે તેની જ રાહ જોઈને બેઠો હતો એટલે તેને જેવો પ્રિયાનો ફોન આવ્યો તેણે જલ્દી ફોન રિસીવ કર્યો. પ્રિયાએ આરવને જણાવ્યું કે પોતે પાર્કમાં આવી ચૂકી છે.આરવ આ સાંભળીને તેને લેવા માટે આવે છે તેવું કહીને ફોન રાખે છે. અને તેને લેવા માટે ગેટ સુધી દોડી જાય છે.


પ્રિયા સામેથી આરવને આવતો જોઈને ખૂબ ખુશ થઈ ગઈ.તેને જાણે કે નાચવાનું મન થઇ ગયું પણ આસપાસ લોકો હોવાથી તેણે પોતાના મન પર કાબૂ રાખ્યો અને શાંતિથી ઊભી રહી અને આરવ તેની નજીક આવે તેની રાહ જોવા લાગી.


આરવ પણ પ્રિયાને મળવા માટે બેતાબ થઈ રહ્યો હતો. તેણે જેવી પ્રિયાને સામે જોઈ પોતે જાણે ભાન ભૂલી બેઠો...પ્રિયા આજે બ્લેક કલર ના ગાઉનમાં પરી જેવી દેખાય રહી હતી. તેણે ક્યારેય કલ્પના પણ કરી ન હતી કે તેની પ્રિયા રીયલ લાઇફમાં આટલી સુંદર દેખાતી હશે. આરવ તો પ્રિયાને જોઇને દંગ રહી ગયો.તેના દિલના ધબકારા પણ ખૂબ વધી રહ્યા હતા. આમ તો તે ફોન પર પ્રિયા સાથે વાત કરતો ત્યારે તેને આવું ક્યારેય ફિલ થયું ના હતું પણ સામે ઉભેલી પ્રિયાને જોઈને તેને થોડી ગભરામણ થવા લાગી. પણ, તેણે થોડી હિંમત કરી અને તે પ્રિયાની નજીક ગયો અને તેણે પ્રિયાની સાથે હાથ મિલાવીને hi, Hello કર્યું.


પ્રિયા પણ આરવને સામે જોઇને ખૂબ ખુશ થઈ ગઇ. તેમણે પણ આરવને હાથ મિલાવીને hi, કહ્યું. અને પછી બંને એક નજીકના બાકડા પર બેસીને વાત કરવા લાગે છે.


આરવ તેની બેગ માંથી એક ગિફ્ટ કાઢીને પ્રિયાની સામે રાખે છે. પ્રિયા ગિફ્ટ જોઈને ખુશ થઈ જાય છે. પણ તે આરવને થોડો મીઠો ઠપકો આપતાં કહે છે." આરવ આ ગિફ્ટ લાવવાની શું જરૂર હતી મેં તને ના તો કહી હતી છતાં પણ તું મારા માટે ગિફ્ટ લઈને આવ્યો?


"પ્રિયા તને પણ ખબર છે કે કોઈપણ વ્યક્તિને પહેલી વખત મળવા જઈએ તો ખાલી હાથે ના જવું જોઈએ. અને આમ પણ હું ક્યાં તારા માટે ગોલ્ડ ની રીંગ લઈને આવ્યો છું. સિમ્પલ ગિફ્ટ છે બસ , તને ગમે તો ઠીક બાકી ફેંકી દે જે.!!" આરવ પોતાનું મોં મચકોડીને પ્રિયા સામે જોઇને બોલ્યો.


"આવ્યો મોટો ગિફ્ટ ફેંકી દેવા વાળો અને તારું મોં ના બગાડ મને તારી કોઈપણ ગિફ્ટ હશે જરૂર ગમશે.!!" પ્રિયા ગિફ્ટ નું box ખોલતા બોલી.


જેવુ પ્રિયાએ ગિફ્ટ નું box ખોલ્યું તે ખુશી થી કૂદવા લાગી  . કેમ કે ગીફ્ટમાં તેની મનપસંદ ચોકલેટ આરવ લઈને આવ્યો હતો. તેણે ખુશીમાં આવીને આરવને હગ કરી લીધું અને ગિફ્ટ માટે thank you કહ્યું.


આરવ પ્રિયાને ખુશ જોઈને ખૂબ રાજી થયો. આમ , અચાનક પ્રિયાએ કરેલા હગ થી તે થોડો નર્વસ થઈ ગયો. કેમ કે તેણે ક્યારેય આવી રીતે કોઈ ગર્લ ને હગ કર્યું ના હતું.


"અરે, પાગલ તને કેમ ખબર કે મને ચોકલેટ ખૂબ પસંદ છે. મેં તો તને ક્યારેય કોઈ દિવસ આ વાત નથી કરી? એમાં પણ મારી ફેવરીટ ચોકલેટ વાહ, યાર તે મારું દિલ ખુશ કરી દીધું. પણ , હું પણ તને કંઇક સરપ્રાઈઝ આપવા માંગું છું. અને તે સરપ્રાઈઝ વિશે જાણીને તું એટલો ખુશ થઈ જાય કે તું મને ઉચકીને ગોળ ગોળ ફેરવવા લાગી. !!" પ્રિયા સરપ્રાઈઝ અંગે વાત કરતા કરતા ખુશ થઈને બોલી.


આરવ પણ પ્રિયાની વાત સાંભળીને ખૂબ ખુશ થઈ ગયો કે આખરે એવું તે પ્રિયા શું સરપ્રાઈઝ આપશે કે તેની ખુશી અનેક ગણી વધી જશે. એટલે તે થોડી ઉતાવળ કરતા બોલ્યો કે , " પ્રિયા તું મને જલ્દી તારી સરપ્રાઈઝ અંગે જણાવ મારું દિલ હવે તે સાંભળવા માટે તલસી રહ્યું છે.!!" આરવ પ્રિયાની સામે એક સ્માઇલ કરતા બોલ્યો.


"Ohk , ohk કહું છું બાબા , થોડી શાંતિ રાખ પહેલા મને ચોકલેટ ખાઈ લેવા દે..પછી તને મસ્ત સરપ્રાઈઝ અંગે વાત કરું. !!" પ્રિયા આરવ ને વધુ હેરાન કરતા બોલી.


"અરે , યાર તું પણ છે ને ક્યારેય મને હેરાન કરવાનો એક મોકો નહિ છોડે . પહેલા વાત કરે પછી તે વાત કહેવામાં કેટલો સમય લગાવે...!!" આરવ પ્રિયા સામે મીઠો ગુસ્સો કરતાં બોલ્યો.


અરે" ,, ધીરજ ના ફળ મીઠાં હોય તે કહેવત તેં નથી સાંભળી..? !!"  પ્રિયા અને આરવ ને વધુ ચીડવતા બોલી.


હા" , હવે પાગલ તું જલ્દી ચોકલેટ ખા અને જલ્દી સરપ્રાઈઝ અંગે જણાવ...!!" આરવ થોડી ધીરજ ધરતાં બોલ્યો.


થોડીવાર પછી પ્રિયા સરપ્રાઈઝ વિશે આરવ ને જણાવતા કહે છે કે આરવ હું જે વાત કરવા જઈ રહી છું તે તું ધ્યાનથી સાંભળજે...!!" પ્રિયા સરપ્રાઈઝ અંગે જણાવતા કહે છે.


"હા , ઠીક છે હું સાંભળી રહ્યો છું.તું તારી વાત બિન્દાસ રીતે બોલ.!!" આરવ પ્રિયા સામે જોઇને બોલ્યો.


"હા ,તો સાંભળ હું જ્યારે ઘરેથી તને મળવા માટે નીકળી તો હું નક્કી કરીને નીકળી હતી કે હું તને આજે મારા દિલ ની વાત કહી દઈશ. જે દિવસે તે મને પ્રપોઝ કરેલું અને તે દિવસે મેં તને એવું કહેલું કે હું તને વિચારીને જવાબ આપીશ...તે દિવસે એવું પણ કહેલું કે મારે થોડો સમય લાગશે કેમ કે મારે તને ખૂબ નજીક થી જાણવો હતો. એટલે તે દિવસે તારા પ્રપોઝલ નો સ્વીકાર  મેં કર્યો ન હતો. કારણકે હું તને માત્ર online રીતે ઓળખતી હતી. અને આ મારી આખી જિંદગીનો સવાલ હતો. જ્યાં સુધી આપણે એકબીજાને મળીએ નહીં ત્યાં સુધી એકબીજાને કઈ રીતે જાણી શકવાના... પણ જ્યારે તે મને અહીંયા મળવા આવવાની વાત કરી તો હું ખૂબ ખુશ થઈ ગઈ. મને લાગ્યું કે આજે હું તને મારા દિલની વાત જણાવી દઈશ. પરંતુ હું અહીંયા આવી અને તને જોયો તો મારું મન થોડું પાછું પડી ગયું. કારણ કે મેં જે કલ્પના કરી હતી તે તું ના હતો. મારે કોઈ એવા છોકરા સાથે મેરેજ કરવા હતા જે મારી બરાબરીનો હોય. હા તું ખુબ દિલ નો સારો છે હું ના નથી કહેતી પણ, મારી કેટેગરી પ્રમાણે તું ફીટ નથી બેસતો. એટલે હું તને રિજેક્ટ કરું છું. તું માત્ર મારો ફ્રેન્ડ બનીને રહી શકે છે. પણ જીવનસાથી તરીકે હું તને ક્યારેય એક્સેપ્ટ નહીં કરી શકું.!!" પ્રિયાએ પોતાની વાત આરવ સમક્ષ રાખતા કહ્યું.


આરવ પ્રિયાની વાત સાંભળીને શોક થઈ ગયો. તેને પ્રિયાની વાત નું ખૂબ દુઃખ લાગ્યું. તેની આંખોમાં ઝળઝળિયા આવી ગયા. પરંતુ પોતાના ઈમોશન ને કંટ્રોલમાં કરીને તેણે પ્રિયાના ઘૂંટણ પર હાથ રાખીને પ્રિયાને મનાવતા કહ્યું કે.... આવું શું કરે છે બકા? તું મારી સાથે આવું કંઈ રીતે કરી શકે યાર? હું તને કેટલો પ્રેમ કરું છું..તે તું પણ જાણે છે. તને હું જિંદગીભર  ખુશ રાખીશ પણ તું મારા પ્રેમ નો અસ્વીકાર ના કર હું સાવ તૂટી જઈશ...!!" આરવ રડવા જેવા અવાજમાં પ્રિયાને રિક્વેસ્ટ કરતો હોય તેમ બોલ્યો.


"ના ,, આરવ હું મારો ફેંસલો ક્યારેય નહી બદલું અને તું મને હવે વધુ ફોર્સ કરીને હેરાન ના કર બાકી હું આપણી દોસ્તી પણ તોડી નાખી.!!" પ્રિયા આરવ ને ignore કરતી હોય તે રીતે કહ્યું.

 

આરવ પ્રિયાની વાત સાંભળીને વધુ દુઃખી થઈ ગયો અને તેને અચાનક પ્રિયાની સરપ્રાઈઝ વાળી વાત યાદ આવી એટલે તેણે પ્રિયાને કહ્યું..."પણ, પ્રિયા તે થોડીવાર પહેલા તો એવું કહ્યું કે હવે હું એવી સરપ્રાઈઝ આપીશ કે તું મને ખુશ થઈને ઊંચકી લઈશ તો શું આ હતી તારી સરપ્રાઈઝ...? આરવ પ્રિયાની સામે દુઃખી હૃદય સાથે બોલ્યો.


" અરે , ના ના તે તો હજી બાકી છે. હું તો તે કહેવાનું જ ભૂલી ગઈ.!" પ્રિયાએ સરપ્રાઈઝ અંગે વાત કરતા જણાવ્યું.


આરવ પણ પ્રિયાની વાત સાંભળીને થોડીવાર તેની સામે આશ્ચર્ય સાથે જોઈ રહ્યો. આખરે પ્રિયા કંઈ સરપ્રાઈઝ આપશે તેની આરવ રાહ જોવા લાગ્યો.


પ્રિયા આરવની સામે સ્માઇલ કરતા બોલી..." પાગલ તું મારી સાથે એક વર્ષથી સાથે છે તો પણ તું મને ના ઓળખી શક્યો ....હું તારી સાથે મસ્તી કરું છું. અને પ્રિયા ખડખડાટ હસવા લાગી....!


પ્રિયા ને અચાનક હસતી જોઈને આરવ પણ કંઈ સમજી ના શક્યો અને તે પણ બાઘાની જેમ તેમની સામે જોઈ રહ્યો..અને તેણે પ્રિયાને સરપ્રાઈઝ અંગે વાત કરવા જણાવ્યું.


પ્રિયા આરવ સામે ખુશ થઈને સરપ્રાઈઝ અંગે જણાવતા કહેવા લાગી કે...." પાગલ આજે હું તને મારા દિલની ની વાત કહેવા માંગુ છું. તે જ્યારે મને પ્રપોઝ કર્યું ત્યારે જ મારી હા હતી પણ હું તને ફોન પર જણાવવા નહોતી માંગતી કેમ કે મારે તારી ખુશી નજીકથી જોવી હતી એટલે તે દિવસે મેં તારા પ્રપોઝલ નો સ્વીકાર નહોતો કર્યો. પણ આજે તારા પ્રેમનો સ્વીકાર કરતા કહું છું કે હા , હું આખી લાઈફ તારી વાઇફ બનીને તારી સાથે રહેવા માંગુ છું. શું તું મને તારી જીનવસંગીની બનાવીને રાખીશ?" પ્રિયા સરપ્રાઈઝ અંગે વાત કરતા જણાવ્યું.


પ્રિયાની વાત સાંભળીને આરવ ખુશ થઈ ગયો અને તે બાકડા પરથી ઊભો થયો અને પોતાની બેગ માંથી એક બોક્સ કાઢ્યું અને ઘૂંટણ પર બેસીને પ્રિયા સામે ગોલ્ડ ની રીંગ ધરીને પ્રિયાને કહ્યું કે ...".હા, પ્રિયા હું તારી સાથે જીવનભર રહેવા માટે તૈયાર છું. અને તને દુનિયાની બધી જ ખુશી આપવા માટે પણ તૈયાર છું .!!" આરવે પ્રિયાના હાથમાં રીંગ પહેરાવતા કહ્યું.


પ્રિયા ખુશ થઈ ગઈ અન તેણે ઉભા થઈને આરવને આરવના કપાળ પર ચુંબન કર્યું અને તેને હગ કર્યું ...


આરવ ને પ્રિયાની આજની સરપ્રાઈઝ ખૂબ ગમી તેણે પ્રિયાને ઊંચકી લીધી અને પાર્કમાં કોઈની પણ પરવા કર્યા વિના ગોળ ગોળ ફેરવવા લાગ્યો.....!






by - hardik 💞

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ