વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અણસાર

અણસાર


" આ ડોસો હવે છૂટે તો સારું "...એમ રોજ બબડાટ કરતી સૌમ્યા આજે તેના સસરા ની લાંબી ઉંમરની પ્રાર્થના કરતી હતી .આમ તો, સસરાની ખોં.. ખોં.. થી સૌમ્યા પતિના સહવાસમાં પણ ઊંઘ બગડતી હોય તેવી અકળામણનો અનુભવ કરતી. પણ આજે તેમના ખાંસીના ઠુસકાએ તેના દિયર ના મન માં ઉગતા શેતાનને અણસાર આપી દીધો કે મોટાભાઈ ની ગેરહાજરી માં પણ નવી પરણીને આવેલી ભાભી એકલી નથી ..શેતાન થી છૂટી ગયા નો હાશકારો અનુભવતી પરીતા ને સસરાની હાજરીનું મહત્વ સમજાઈ ગયું.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ