વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વ્રજમાં રે લોલ

કામણ કરતો કાનુડો ને રમ્ય રૂપની રાધા,

ભારે રૂડા લાગે છે વ્રજમાં રે લોલ.

ગોકુળનો ગોવાળ ને બરસાનાની બાળા,

ભારે રૂડા લાગે છે વ્રજમાં રે લોલ.

નટખટ નંદકુંવર ને વ્રજભાનુની વહાલી,

ભારે રૂડા લાગે છે વ્રજમાં રે લોલ

એ હા,

જગદપતિની જોડી જચે વ્રજમાં રે લોલ,

જગદપતિની જોડી જામે વ્રજમાં રે લોલ,

જગદપતિની જોડી જુવો વ્રજમાં રે લોલ..


-કિશન પંડયા




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ