વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અહેસાસ

મલ્હારના સ્પર્શમાં આસમાની સૌંદર્યનો અહેસાસ હવે થવા લાગ્યો છે 

પતંગિયાની ધીમી રફતારમાં સન્નાટાનો અહેસાસ હવે થવા લાગ્યો છે 

વનરાજીના અણસારથી અસ્તિત્વનો અહેસાસ હવે થવા લાગ્યો છે 

જીવમાં ધબકારા સાંભળીને, ક્ષણનો અહેસાસ હવે થવા લાગ્યો છે 

દિલને રૂબરૂ મળતા મળતા, અનિશ્ચિતતામાં જીતતા/જીવતા...

ખરેખર, જિંદગી મારી સાથે જ હોવાનો અહેસાસ હવે થવા લાગ્યો છે

                                 -વિક્રાંત એસ. શાહ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ