વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મુરતિયો

ઉતરીયો છે  મુરતિયો આ 2020 ના માર્કેટ મા,

લગ્ન માટે નથી મળતી છોકરી આખા સંસાર મા,


બાયોડેટા મુક્યો એને ઓનલાઇન shadi.com મા,

ભૂલથી થયું male નું વળી female gender મા,


માંડ માંડ મળી છોકરી કોઈ એક સુના રસ્તામા,

વાતચીત કરવા માટે આવી પહોંચી એતો સાસુરલ મા,


વાત ચીત માટે ટેબલ બુક કર્યુ ફાઈવ સ્ટાર હોટેલ મા,

મુરતિયા ના બાપા એ મંગાવ્યા ચા પાણી સસ્તા મા,


વાત ચીત કરીને ફાઇનલ કર્યો સગાઈનો હોલ સુરત મા,

છોકરી બોલી અરે આટલી જલ્દી શુ છે હવે પરણવામા,


છોકરીના પપ્પાને પડી ખબર કાનો કાન.મા,

મુરતિયો છે આંધળો સાંજ પછી ના સમય મા,


હકીકત જાણવાં આવ્યા સસરા મુરતિયા ના ઘરમાં,

ડાબે હાર ને જમણે લાકડી અને ઘુસી આવ્યા ઘરમાં,


આ જોઈને ભાગ્યો મુરતિયો ઘરની બહાર ના બાગ મા,

સસરા આવ્યા ને મારિયો દંડો સીધો પાછળ ના ભાગ મા,


મુરતિયા એ કીધી બધી હકીકત ટૂંક માં રસ્તા મા,

મળ્યા હતા રસ્તા માં ને છૂટાય પડ્યા રસ્તા રસ્તામા...


:-Ak patel


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ