વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વ્હાલ ન કર

શાંતિથી  બેસ મન ધમાલ ન કર;

જીવવા   દે   મને  બબાલ ન કર. 


દિલને  આદત   પડી  જશે તારી;

ઓ સનમ,આટલું તું વ્હાલ ન કર. 


કરજે  સ્વીકાર  જે  મળ્યું એનો;

ઈશને   આમ  તું   સવાલ  ન કર.


કાંઈ  નક્કી નથી જીવનનું દોસ્ત;

આજમાં  જીવ કાલ  કાલ ન કર.


બોલવા  દે   બધાને  તું  'ધબકાર';

દિલનું સાંભળ નકામો ખ્યાલ ન કર.


-ઉમેશ તામસે 'ધબકાર',

 વ્યારા (તાપી) 









ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ