વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અધૂરી ચાહત

                   વર્ષો બાદ વિદેશ થી પરત ફરેલો તનય અમદાવાદ ની એ ગલીઓમાં ફરતો હતો જે ગલીઓમાં તેની અધૂરી ચાહત ક્યારેક વસતી  હતી.

                         આ જ નારણપુરાની ગલીઓમાં ક્યારેક તે મીરાંને મળવા આવતો. મીરાં ..મારી મીરૂડી ચૂલબુલી, નટખટ, બટકી મીરાં ..કોઈ ન કહે કે આટલી નાની છોકરી કોલેજમાં હોય એટલી બટકી . વિચારતાં વિચારતાં તે મલકી પડ્યો.

                             જેમ જેમ તે ગલીમાં તે આગળ વધી રહ્યો હતો તેમ તેમ તેનું મન પણ મીરાંનાં વિચારોમાં પાછળ જઈ રહ્યું હતું. બારમાં ધોરણમાં એક કોચીંગમાં સાથે અભ્યાસ કરતાં તનય અને મીરાં ગાઢ  મિત્રો બની ગયા હતા . બારમા બાદ એક જ કોલેજમાં પ્રવેશ મેળવી ફરી બંને વચ્ચે મિત્રતાનો સેતુ ગાઢ બન્યો.

                            ‘મીરૂડી …’ કહી પાછળ થી તનયે મીરાંને ડરાવી. ‘ આ તારૂં નામ બદલ યાર હું તને તનુડો કેમ કવ ? આ  તારા ફોઈએ તારૂ નામ જ એવું પાડ્યું છે , કંઈ નય(નહીં) હું તને ‘તનુ’ કહીશ . તનુ…’ કહેતી તે ખડખડાટ હસતા દોડી ગઈ .

                           ‘એય મીરૂડી ખબરદાર જો મને’તનુ’ બોલી તો આ ‘તનુ’ છોકરી જેવું લાગે સમજી’ કહેતો તનય આંખો કાઢતા બોલ્યો.

                           ‘હાં તે ‘મીરૂડી’ કેવું લાગે ?’ મીરાં પણ ખોટો ગુસ્સો દર્શાવતા બોલી . ‘મીઠું’  કહેતા તનયે તેનું નાક ખેંચ્યું . આવી કેટ કેટલીય મીઠી યાદો મનમાં યાદ કરતો તનય આગળ વધી રહ્યો હતો.

                             તેમની આ મિત્રતા પર ધીમે ધીમે ચાહતનો રંગ ચડી રહ્યો હતો પરંતુ આ ચાહત થી અજાણ તનયને  વિદેશ જઈ સેટ થવાની એક લગની લાગી હતી તે માટે ગંમે તે કરવા તે તૈયાર હતો .

                            અભ્યાસ બાદ તેને અમેરિકન સિટિઝનશીપ  ધરાવતી ઝંખનાને પોતાની જીવનસંગીની બનાવવાનો પ્રસ્તાવ પણ સ્વીકારી લીધો.

                             વર્ષો બાદ પોતાના આ ભૂલ ભરેલા નિર્ણય ને સુધારી તે હંમેશા માટે ઝંખનાને છોડી સ્વદેશ પરત ફર્યો

                             પોતાની અધૂરી ચાહત એવી મીરાંને શોધતો તે ફરી તેની ગલીમાં પહોંચ્યો.  પરંતુ આ ગલી ,તેના મકાનો, બધું બદલાઈ ચૂક્યું હતું ‘શું મીરાં મળશે ? ક્યાંથી મળે ?શું મેં એને કહ્યું હતું કે હું એને ચાહતો હતો ? મેં એને કહ્યું હતું કે હું એને, એની મિત્રતાને ત્યજીને જાવ છું ? તો શા માટે હું એને વ્યર્થ શોધતો અહીં પહોંચ્યો ?’ પોતાના જ મન સાથે મનોઃયુધ્ધ કરતો તનય એક જૂના થોડા જર્જરિત મકાન પાસે ઊભો હતો .

                             ‘આ જ તો મીરૂનું ઘર છે હજુ એવું જ જૂની ઢબનું આ એક જ મકાન .. થોડી ક્ષણો બહાર થી  તે મકાનને નિહાળતો તનય ધીમેથી અંદર તરફ પ્રવેશ્યો . ધીમેથી તેને તે ઘરની બેલ વગાડી. મનમાં સંશય, ડર મીરાંને મળવાની તલપ તનયને એ થોડી જ ક્ષણો માં ઘેરી રહી .

                          દરવાજો ખૂલતા જ સામે વાળમાં હલકી સફેદી આંખો પર ચશ્મા  પહેરેલી એ જ બટકી મીરાં….

                             તનયને ક્ષણવાર માં ઓળખી ગયેલી મીરાંનાં ચહેરા પર પ્રસરેલી લાલીમા જોઈ તનય મનોમન બોલ્યો ,’હા આ જ છે મારી અધૂરી ચાહત’.     

                            


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ