વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ભયાનક અનુભવ.

અલવિદા ૨૦૨૦.

---------------------


  "૨૦૨૦ વીસનું આખું વર્ષ દુનિયાએ ભૂતકાળમાં પણ ન જોયેલું અને ભવિષ્યમાં પણ જેની કલ્પના ન કરી શકાય એવું બિહામણું ફક્ત એક વાયરસના હિસાબે થથરાવી ગયું.ત્યારે માનવજાતને એક પ્રશ્ન સતાવતો જરૂર હશે કે,વૈજ્ઞાનિકોની આટલી મોટી હરણફાળ શું કામની "


  "અને તેમાંય લોકડાઉન આવ્યું.આ તે કેવી વિટંબણા, હોસ્પિટલોમાં ધમધમાટ, સ્મશાનોની અગનજ્વાળાઓ,શહેરો સુમસામ. પોતાના વતન તરફ પગે ચાલતા મજૂરોની કતારો અને અફવાઓ.કોરોનાને કારણે કેટલા મૃત્યુ થયા એ જ ફરતા ટી.વી.ચેનલોપર સમાચારોએ જાણે પ્રથ્વીવાસીઓને જાણે થથરાવી મુક્યા."


  "લોકડાઉનમાં થોડી રાહતો અપાઈ પણ મનમાં ભય સતાવતો રહ્યો.અને એને લીધે માનવ સ્વભાવ પ્રમાણે અફવાનો દોર સતત ચાલ્યો."


  "એ ભય વચ્ચે એ કોરોના રાક્ષસે અમારા નાના શહેરમાં પગલા માંડ્યા.માસ્ક પહેરો ,માસ્ક પહેરોની સરકારી ગાઈડલાઈન જાણે લોકો ગણકારતા નહોતા.છેવટે એ કોરોના ગામમાંથી ગલીમાં આવ્યો અને છેવટે મારા ઘરે."


  "હા,મારા પુત્ર પુત્રવધુ બને લપેટમાં આવી ગયા.એની ભયાનકતા અને અફવાએ હું ખૂબ ડરી ગયો સાથે મારી પત્ની અને બને પૌત્રની મને ચિંતા ઘેરી વળી.પુત્રને થોડો તાવ આવ્યો અને એને મનમાં વિચાર્યું હશે કે,કદાચ કોરોના હોય.તેણે બીજા શહેરમાં રહેતા એક ડૉક્ટરમિત્રને કોલથી પૂછ્યું તો તેણે સલાહ આપી કે,બીજે ક્યાંય ન જતા સરકારી હોસ્પિટલે પહોંચો અને રિપોર્ટ જુવો.બને પતિ પત્ની ગયા પણ તે વખતે મને ખબર નહોતી."


  "ત્યાં બંનેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો.બને હતાશ થઈ ગયા અને ઘણો વિચાર કરતા ત્યાંજ બેસી રહ્યા.ત્યારે તેઓને અમારી ચિંતા કે,મમ્મી પપ્પાને,બાળકોને તો ચેપ નહીં લાગ્યો હોય.કહે છે તે વખતે સાચા મિત્રો કામ આવે છે.મારા પુત્રે એના મિત્રને કોલ કર્યો કે,ઘડીભર તે  ગભરાઈ ગયો પણ તેણે હિંમતથી કહ્યું કે,તમો બને મારે ઘેર આવો.તેના મમ્મી પપ્પા તો મુંબઇ ગયેલ અને ત્યાં તેઓ કોરોનાને કારણે અહીં આવી શકે તેમ નહોતા... .ઘેર પોતે એકલો.મારા દીકરા વહુ તેના ઘેર કોરોન્ટાઇનમાં રહ્યા અને પોતે કોઈ બીજા મિત્રના ઘેર."


  "મને પુત્રનો કોલ આવ્યો કે,આમ થયું છે તમો મમ્મીને હિંમત આપજો. પણ હું પોતે હિંમત હારી ગયો.મને મારી ઠીક પણ પત્ની અને બને પૌત્રોની બીક લાગી કે,તેઓને ચેપ તો નહીં લાગ્યો હોય.એ પણ સારું થયું કે,તેઓ બને ઘેર ન આવ્યા.ત્યાં બધી સગવડો હતી.તેનો મિત્ર મને હિંમત આપવા બે ત્રણવાર આવી ગયો."


  "અને ત્રીજે દિવસે મેડિકલ ટીમ અમારે ત્યાં આવી તેમાં નાના પૌત્રને પોઝિટિવ. અરે રામ હવે? પણ,ડોક્ટરે કહ્યું કે,આપ ગભરાઓ નહીં. કંઈ નહીં થાય.આપ આ નાનાને તેના મમ્મી પપ્પા પાસે મૂકી આવો.હું તરત તેના કપડા અને તેના મમ્મી પપ્પાના કપડા અને બીજી જરૂરી વસ્તુઓ લઈ તેને ત્યાં મૂકી આવ્યો.મિત્રો અને પુત્રની સલાહ અનુસાર મેં ઘરને સેનેટરાઈઝ કર્યું.સૌએ એ દિવસે ઘણીવાર સાબુથી હાથ ધોયા અને નાસ લીધો."


  "હવે વિચાર કરું છું તો હાશ થાય છે કે,મારે ઘેર કોરોના મોડો આવ્યો એ સારું થયું.શરૂઆતમાં તો કોરોના પેશન્ટને હોસ્પિટલમાં એડમિટ થવું જ પડે.અને ઘરનાનોને પણ સખત કોરોન્ટાઇનમાં રહેવું પડે.જોકે મારે ઘેર ગેટ ઉપર તેઓએ કોરોનાગ્રસ્ત નું બોર્ડ મારી દીધું હતું."


  "હું ખૂબ ચિંતા કરતો હતો ત્યાં મારા મિત્રે ઘેર આવી થોડી રમૂજ કરી વાતાવરણ હલકું કર્યું,તેનું કહેવાનું હતું કે,કંઈ થશે નહીં તું નાહકની ચિંતા કરે છે. તેણે એટલી હિંમત આપી કે,મારો ઘણો ડર દૂર થયો.એનું તો એમ કહેવાનું હતું કે,ચાલ તારા પૌત્રને હું ભેટીને રમાડું બોલ..કંઈ ન થાય.અને એ હસમુખા મિત્રે મને ખુબ હિંમત આપી."


  "બીજા બધા સગા વ્હાલા તો કોલ કરી હિંમત તો આપતા પણ સાથે ખૂબ સંભાળ રાખજો.આ કોરોના બહુ ડેન્જર્સ છે.નાસ લેજો અને આમ કરજો ને તેમ કરજો એવું બિહામણું ચિત્ર રજૂ કરતા કે,આપણો ડર વધી જાય.તેમાં તેઓનો કોઈ દોષ નહોતો પણ અફવા જ એટલી ફેલાઈ હતી કે,લોકો કોરોના નામ સાંભળી ફફડી જાય."


  "અમારી પાસે સગવડો હતી,દોડાદોડી કરવા સગાઓ મિત્રો હતા પણ,જે બહારથી અહીં આવી નોકરી ધંધાર્થે વસ્યા છે તેઓનો વિચાર આવતા કંપારી છૂટી જાય.મજૂરો બિચારા પોતાના વતન ભણી પગે ચાલતા જાય એ કેવા કરુંણ દૃશ્યો ?..અને આપણે જેને લેબર કહીએ છીએ એ બિચારા તો એક ઓરડીમાં ચારપાંચ લોકો રહેતા હોય.અને ઓચિંતું લોકડાઉનને લીધે બહાર ન નીકળી શક્યા અને ઘેર ખાય પીએ શું?.પ્રાઇવેટ કંપનીઓના હોદેદારો તો હાથ ઊંચા કરી કંપનીઓ બંધ કરી જતા રહ્યા હોય."


  "પણ આપણી ગુજ્જુ પ્રજા કેવી દયાભાવના વાળી છે કે,એવા લોકોને શોધી શોધીને મદદ કરવા પહોંચી જાય.ટીફીનો પહોંચાડે.જે વસ્તુઓની જરૂર હોય તે પોલીસોની મદદ લઇ જરૂરિયાતમંદ લોકોને પહોંચાડે.આખરે પોલીસો પણ ગુજરાતી જ."


  "અને હવે ફરી કોઈ નવો વાયરસ આવે છે જે કોરોનાથી ૭૦ઘણો ઝડપથી ફેલાય છે. આપણે હવે નક્કી કરવાનું છે કે,કેમ જીવવું.સરકાર ક્યાં ક્યાં પહોંચે ? જો માનવ માનવને મદદ કરશે તો સર્વ સુખેન્તુ સાર્થક થાય."


  "આ વાયરસ ભલે માનવસર્જિત હોય પણ પ્રકૃતિએ આપણને જાણે સાનમાં સમજાવી દીધા કે,પ્રકૃતિના નિયમોનું પાલન કરો.તે છે તો માનવ જીવન છે.


  

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ