વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બે હજાર વીસ તે...

બે હજાર વીસ તે...
                           

બે હજાર વીસ તે, તારું વસમી પણું તો બતાવ્યું,

પણ સાથે સાથે તે, ભૂલાયેલું કુટુંબીપણું યાદ અપાવી દીધું.

 

બે હજાર વીસ તે, તારી ક્રુરતા તો બતાવી,

પણ સાથે સાથે તે, ડોક્ટરો-પોલીસોની માનવતા પણ બતાવી.

 

બે હજાર વીસ તે, નવી ટી.વી સિરિયલો કે શો ન જોવા દીધા,

પણ સાથે સાથે તે, ભૂલાયેલી રામાયણ-મહાભારત બતાવી દીધા.

 

બે હજાર વીસ તે, બધાંનો સમય તો બદલ્યો,

પણ સાથે સાથે તે, માણસને સમયની કિંમત કરતો બનાવી દીધો.

 

બે હજાર વીસ તે, માણસો તો છીનવી લીધાં,

પણ સાથે સાથે તે, સાચા – ખોટા માણસોનાં પારખા કરાવી દીધાં.

 

બે હજાર વીસ તે, સ્કૂલો તો બંધ કરાવી,

પણ સાથે સાથે તે, બાળકોને ઘરે બેઠા શિક્ષણ લેવાની શિક્ષા આપી.

 

બે હજાર વીસ તે, તહેવારોની મોજ તો છીનવી,

પણ સાથે સાથે તે, તહેવાર મનાવવાની સાચી રીત શિખવી દીધી.

 

બે હજાર વીસ તે, લોકોની ધંધાની આવક/નફો તો બંધ કરાવ્યો,

પણ સાથે સાથે તે, પૈસાની બચતનો પાઠ પણ શિખવ્યો.

 

બે હજાર વીસ તે, ખરાબ ક્ષણો તો ખૂબ જ બતાવી,

    પણ સાથે સાથે તે, અયોધ્યા રામમંદિરનું ભૂમિપૂજન જેવી સૂવર્ણ પળો બતાવી,

 

બે હજાર વીસ તે, દુ:ખ તો ખૂબ આપ્યું,

પણ સાથે સાથે તે, સદીનું સૌથી યાદગાર સંભારણુ આપ્યું.

 

બે હજાર વીસ તે, કોરોના તો આપ્યો,

પણ સાથે સાથે તે, વેક્સિનરૂપી આશાની કિરણ પણ આપતો ગયો.

 

 

-    વિશાખા મોઠીયા

29/12/2020

11:21 PM

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ