વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

દિકરી

રૂપલની માતાને મૃત્યુ પામ્યાને આજે બે વર્ષ પૂરા થઇ ત્રીજું વર્ષ બેસી ગયુ જયોતિબેન મૃત્યુ પામ્યા ત્યારે તે માંડ છ વર્ષની હતી. તેના પિતા કિશોરભાઈ એ માતાપિતા બંનેનો પ્રેમ તેને આપવા બીજા લગ્ન ન કર્યા.પરંતુ ફરીથી ભાઈ ભાભીએ આ વાત પર દબાણ કરતા તેણે હા પાડી રૂપલ દસ વર્ષની સમજણી થઇ ગઇ હતી એ સમયે કમળા નુ આગમન થયું અને આ પારેવા જેવી છોકરીની દશા જ બદલાઈ ગઈ. અધુરા મા પૂરુ હોય એમ કમળાએ દિકરાને જન્મ આપ્યો ભાઇનો જન્મ થતા પોતા પર થતા અત્યાચારો ભૂલી તે માં તથા ભાઇની વિશેષ કાળજી રાખતી અને ભઇલા પર વ્હાલ વરસાવતી.કિશોર આ બધુ જોયા કરતો.હા,પિતાની હાજરીમાં રૂપલ પોતાને સુરક્ષિત માનતી.બે વર્ષના ધ્રુવ ની માંને અચાનક તાવને કારણે આંચકી આવતા લકવાગ્રસ્ત થઇ ગઇ. રૂપલની સુશ્રુષા અને પ્રેમને અનુભવતી.કમળાને સારુ થવા લાગ્યું પણ હજી તે જાતે કંઇપણ કરી શકતી નહોતી. ઘણીવાર એવું બનતુ કે કમળાની આંખો માંથી અશ્રુઓ વહેતા અને એ લૂછનારા હાથ પણ રૂપલના હતા.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ