વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ફરકડી

                             ફરકડી 



  ભાદરવી પૂનમનો મેળો જામ્યો  હતો.આ મેળામાં એક સાત વર્ષનો બાળક ને તેના મમ્મી-પપ્પા ખરીદી કરી રહ્યા હતા. બાળકે તેના પપ્પાની પસંદગીના ઘણા બધા રમકડા લીધા હતા,ખરીદી પછી તે જેવા બસમાં બેઠા કે અચાનક બાળકની નજર એક ફેરિયા પર પડી. 


ફેરિયો"ફરકડી લ્યો ફરકડી" એમ બૂમો કરી રહ્યો હતો.


બાળકે તરત જ  એની મમ્મીને કહ્યું; 


'મમ્મી, ફરકડી લઈ આપને?       



મમ્મીએ ધમકાવતાં કહ્યું;


"આટલા બધા રમકડા ઓછા પડે છે? બેસ છાનો માનો" 



 બાળકે જીદ કરવા છતાં પણ તેની મમ્મીએ ફરકડી ન લઈ આપી. બસમાં, રસ્તામાં,ઘરે ઊંઘમાં ને સ્વપ્નમાં પણ તેને ફરકડી જ દેખાવા  લાગી. રાત્રે પણ ઊંઘમાં એ ફરકડી એમ બબડ્યો!



        સવારે નાહીધોઈને  બાળક શાળા તરફ રવાના થયો. રસ્તામાં અદ્દલ એવો જ ફરકડીવાળો જોઈ બાળક  ચમક્યો. એણે ઘર તરફ દોટ મૂકી,ઘરે આવીને એની મમ્મીને કહ્યું;'


'મમ્મી એક  રૂપિયો આપી દે ફરકડીવાળો આવ્યો છે' મમ્મીએ કોઈ પણ જીદ કર્યા વિના એક રૂપિયો આપ્યો, બાળક તે લઈને ફરી પાછો ફેરિયા તરફ ગયો. ફરકડી લઈને ખુશ થતો આનંદ, મિજાજમાં તે પોતાની શાળા તરફ રવાના થયો. 


જેવો  શાળાના દરવાજા પર પહોચ્યો  કે શિક્ષકે ગુસ્સામાં અને લાલઘૂમ આંખો કરી કહ્યું:


ક્યાં હતો'લ્યા?


કાલ પણ ન્હોતો આવ્યો?


ને આજે પાછો મોડો પડ્યો? 


લાવ હાથમાં શું છે?  


ફરકડી લઈ શિક્ષકે એનો  ડૂચો વાળી અને કચરાપેટીમાં નાખી દીધી.બાળક વર્ગખંડમાં ચૂપચાપ,છેલ્લે જઈને બેસી ગયો.


હવે પવનનું ગમે તેટલું જોર હશે ફરકડી ક્યારેય નહીં ફરકે!!!!




પરમ પાલનપુરી




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ