વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આપણી કુહાડી!

૧૭૧: ચશ્માંની આંખે...!

આપણી કુહાડી :

સુપ્રભાત !

એક સમયે, એક ખૂબ જ સશક્ત  કઠિયારો  લાકડાના  વેપારી પાસે કામ માગવા ગયો. લાકડાના વેપારીને એક સક્ષમ કઠિયારાની જરૂર હતી એટલે તેણે એ કઠિયારાને નોકરીમાં રાખી લીધો.

પગાર ખરેખર સારો હતો અને તેથી કામ પણ તેને મનગમતું  હતું. તેથી તેણે  ધ્યાન અને ઉત્સાહથી કામ કરવાનું શરૂ કર્યું.

આ યુવાન માણસ આ કામ માટે યોગ્ય છે એમ વિચારીને તેના શેઠે તેને એક કુહાડી આપી અને લાકડાં કાપવાનાં હતાં એ  વિસ્તાર તેને બતાવ્યો .

કામના પહેલા જ દિવસે તે ૧૮ ઝાડ કાપી  લાવ્યો.

શેઠે કહ્યું, “ બહુ સારું . અભિનંદન.  આવું  જ કામ કરતો રહે! ”

શેઠના  શબ્દોથી ખૂબ ઉત્સાહિત યુવાને  બીજા દિવસે પણ ખૂબ જ મહેનત કરી , પરંતુ તે ફક્ત ૧૫ ઝાડ જ કાપી  શક્યો.

ત્રીજે દિવસે તેણે વધુ સખત પ્રયાસ કર્યો, પરંતુ તે ફક્ત ૧૦ વૃક્ષ કાપી  શક્યો.

દિવસેને દિવસે વધુ મહેંતકરવા છતાંયે તે ઓછાં તેણે કાપેલા6 વૃક્ષોની સંખ્યા ઘટતી જતી હતી.

કઠિયારાએ  વિચાર્યું, “જરૂર હું નબળો પડી ગયો હોય એમ લાગે છે. “

તે શેઠ પાસે ગયો અને માફી માગી અને તેણે  કહ્યું કે મને સમજાતું નથી કે  કે શું મારી સાથે શું થઈ  રહ્યું છે.

"છેલ્લે ક્યારે તેં  ક્યારે તારી  કુહાડીની ધાર કાઢી  હતી?" શેઠે પૂછ્યું.

“ધાર?  કુહાડીની ધાર કાઢવાનો સમય જ મારી પાસે  નહોતો. હું ઝાડ કાપવાના કામમાં જ જામી પડ્યો છું”

ચિંતન :

આપણું જીવન એવું છે. આપણે ઘણીવાર  એટલા બધા વ્યસ્ત હોઈએ  છીએ કે આપણે “કુહાડી” ને ધાર કાઢવાનો  સમય જ નથી રહેતો.

આજની દુનિયામાં, એવું લાગે છે કે દરેક વ્યક્તિ પહેલાં કરતાં વધારે વ્યસ્ત છે, પરંતુ તેટલી  ઓછી  ખુશ છે.

આમ કેમ છે? શક્ય છે કે આપણે" ધારદાર ”   કેવી રીતે રહેવું તે ભૂલી ગયા છે?

પ્રવૃત્તિ અને સખત મહેનત કરવામાં કંઈ પણ   ખોટું નથી, પરંતુ આપણે એટલા વ્યસ્ત ન થવું જોઈએ કે આપણા જીવનની  ખરેખર મહત્વપૂર્ણ વસ્તુઓ, જેવી કે આપણું  અંગત જીવન, આપણા સર્જકની નજીક જવા માટે સમય કાઢવો, આપણા પરિવાર માટે વધુ સમય ફાળવવો, વાંચવા માટે સમય કાઢવો વગેરેની અવગણના કરીએ.

આપણે બધાને સમયની જરૂર છે:

આરામ કરવા માટે,

વિચારવા  અને ચિંતન- મનન કરવા,

શીખવા અને વધવા માટે.

આપણે આપણી “કુહાડી” ને ધારદાર કરવા માટે સમય નહીં કાઢીએ, તો  બુઠ્ઠા  થઈ જઈશું અને અસરકારકતા ગુમાવીશું.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ