વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એક સળગતું સ્વપ્ન

રિયાન હોસ્ટેલ માં રહેતો હતો. તે ધોરણ 12th માં ભણી રહ્યો હતો.  તેનો સ્વભાવ હંમેશા મસ્તી કરનાર, કદી ન વાંચનાર, બીજાને પણ ન વાંચવા દેનાર, Class માં પણ સરખું ધ્યાન ન આપનાર, રમત માં રહેનાર, અન્ય પ્રવત્તિઓ માં ધ્યાન આપનાર હતો. અવાર નવાર સાહેબ પાસે તેની ફરિયાદ તો હોય જ.

 

એક દિવસ તેણે class ના જ એક ગરીબ ઘર ના છોકરાને ને દિલ દઈને વાંચતા જોયો.


તરત જ તેના મનમાં ઘણા વિચારોએ ઘર કરી લીધું! તેને પોતાની ખરી પરિસ્થિતિ યાદ આવી. મન માં તેના મમ્મી અને પપ્પા ના વિચાર આવવા લાગ્યા. રિયાન ને ખરેખર પસ્તાવો થવા લાગ્યો. પોતાના મમ્મી - પપ્પા સખત મજૂરી કરીને પોતાને અહીં સારી એવી સ્કૂલમાં ભણવા મોકલ્યો છે. અને હું અહીં શું કરું છું! ( બીજા ઘણા બધા વિચાર આવવા લાગ્યા. મમ્મી - પપ્પા ને રિયાન ને કલેકટર બનાવવાનું સપનું હતું. મમ્મી - પપ્પા ને એમજ હશે કે હું અહીં દિલ દઈને ભણું છું. અને હું અહીં તો બીજું જ કંઇક કરું છું.તેને અન્ય ભાઈ બહેનના પણ વિચાર આવવા લાગ્યા.)

 

રિયાન ના આંખમાં આંસુ આવી ગયા. ત્યારબાદ તેણે પોતાના મનને મનાવી લીધું.દિલ દઈને મહેનત કરવા માંડી.અને દરરોજ સવારે ઉઠી ને પહેલાં તે પોતાના સપના ને યાદ કરીને મહેનત કરવા લાગ્યો. એને પોતાનું કલેકટર બનવાનું સપનું એવું લાગી આવ્યું કે ઉંઘ પણ હરામ કરી નાખી!

 

 

એક સળગતું સ્વપ્ન શું કરી શકે! આને જ કદાચ Burning Desire કહી શકાય.

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ