વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ગોકુળ ગામનો ગોવાળીયો

ગોકુળ ગામનો ગોવાળીયો કાનજી રે,

વૃંદાવનમાં રહે છે રાધા રાણી રે...ગોકુળ...


વૃંદાવનમાં ગૌધેનું એ ચરતો રે,

વાંસળીના સૂરે એ નચાવતો રે..

ગોકુળ ગામનો ગોવાળીયો કાનજી રે.


યમુનાને કાંઠડે એ રમતો રે,

કાળી નાગને એણે નાથ્યો રે,

ગોકુળ ગામનો ગોવાળીયો કાનજી રે.


ગોપીઓની મટકી એ ફોડતો રે,

માહી માખણની ચોરી કરતો રે,

ગોકુળ ગામનો ગોવાળીયો કાનજી રે.


મથુરાની વાટે એ નીકળ્યો રે,

ફરી ગોકુળમાં નથી આવ્યો રે,

ગોકુળ ગામનો ગોવાળીયો કાનજી રે.


કુરુક્ષેત્રના યુદ્ધમાં એ ભમ્યો રે,

ભાગવતગીતાનો નાદ સુણાવતો રે,

ગોકુળ ગામનો ગોવાળીયો કાનજી રે.


દાસ રાજુનો કાન છે શામળિયો રે,

એતો ભક્તોમાં દુઃખડા ભાંગતો રે,

ગોકુળ ગામનો ગોવાળીયો કાનજી રે.



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ