વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કંઇક આપ્યું હોત

દરવાજા દિલમાં બે આપ્યા હોત,

તો અંદર જતાં પહેલાં જોયું હોત.


બનાવી હોત કિસ્મતની સીડી,

તો ભીખારી પણ મહેલમાં હોત.


આપ્યા હોત થોડાં અલગ વિચારો,

તો કેલેન્ડર માં પણ કોઈક વાર મારો હોત.


મૂક્યું હોત થોડું લાગણીનું લશ્કર,

તો બધા પોતાના અને પોતાના પણ મારા હોત.


મૂક્યું હોત અંદર કોઈ સ્ટોપ બટન,

તો આંસુનો વરસાદ આવ્યો ના હોત.


આપ્યા હોત થોડાં ઊંચા વિચારો,

તો પથ્થરો મંદિરમાં આવ્યા જ ના હોત.


writer - ashish panchal

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ