વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અમૂલ્ય ભેટ

અમૂલ્ય ભેટ



અમિત અને અવનીના લગ્નની તે દસમી વર્ષગાંઠ

હતી.આમ જોઇએ તો તેઓની પાસે ગાડી,બંગલો

પૈસાની સારી આવક , સમાજમાં સારૂં નામ બધું જ

હતું.પણ બધાને બધું સુખ નથી મળતું કંઇક તો ઉણપ

હોય જ છે.તેમ આ દંપતીને પણ બધું હોવા છતાં સંતાન સુખ નહોતું.

         અમિતે લગ્નની વર્ષગાંઠ​ના દિવસે સવારમાં જ

અવનીને કહ્યું કે સાંભળ આજે મારે તારી જોડે એક

વાત કરવી છે.અવનીએ કહ્યું કે "હાં બોલને જે કહેવું​

હોય તે કહે નેં આ દસ વર્ષમાં​ ક્યારેય પણ તારી કોઇ

વાત ના સાંભળી હોય તેવું બન્યું છે?" આ સાંભળી

અમિતે કહ્યું કે " પણ આ વાત થોડી ગંભીર છે માટે

અહીં મારી પાસે બેસીને સાંભળ." અવની અમિતની

પાસે બેસી બોલી " કહે એવી તો કંઇ ગંભીર વાત છે?"

    અને અમિતે કહેવાનું શરૂ કર્યું "જો અવુ આપણે

બીજી કોઈ વાતે દુઃખી નથી.હસતાં રમતાં આપણા લગ્ન

જીવનના​ દસ વર્ષ ક્યારે પૂરાં થઇ ગયા તે પણ ખબર

ના પડી, ભગવાને આપણને બધું આપ્યું છે પણ સંતાન

પ્રાપ્તિ​નું સુખ ન આપ્યું જેનો વિષાદ તને અંદરખાને છે

એ હું જાણું છું.એ માટે આપણે ગયા વર્ષેડોક્ટર પાસે પણ ગયેલા ત્યારે તારો રિપોર્ટ તો નોમૅલ આવેલો પણ મારા રિપોર્ટમાં આવેલું કે હું જ પિતા બનવા અસમર્થ છું.પણ આ જાણી તું ક્યાંક મને છોડી જતી રહીશ તો?

એ ડરથી મેં તને ખોટું કહેલ કે આપણા બંનેના રિપોર્ટ નોમૅલ છે.પરંતુ ઘણા મહિના વિચાર કયૉ પછી આજે મેં તને સાચી વાત કહેવાનું નક્કી કર્યું.આ વાત જાણી

તું ચાહે તો મને ડિવોસૅ આપી શકે છે.તારો જે ફેંસલો

હોય તે મને સાંજે જણાવજે."આમ કહી તે ઓફિસ

જવા નીકળી ગયો.

      અવની પણ આખો દિવસ અમિતને શું કહેવું તેના

વિચારોમાં ખોવાયેલી રહી.સાંજે અમિત આવ્યો ત્યારે

તેણે રાબેતા મુજબ ચા નાસ્તો આપ્યા અને એની સામે

બેસી કહ્યું કે " અમિત મારે પણ મારા ભૂતકાળની એક

વાત તને કહેવી છે.હું જ્યારે કોલેજમાં હતી ત્યારે સાથે

ભણતા એક યુવાન સાથે હું પ્રેમમાં પડેલી તેણે મને તે

મારી સાથે જ લગ્ન કરશે કહી કેટલાય સપના બતાવ્યા.

હું પણ તેની વાતોમાં આવી જઇ એક દિવસ મર્યાદા ઓળંગી બેઠી.બીજા મહિને જ મને એવું લાગ્યું કે મારામાં બીજો જીવ પાંગરવા લાગ્યો છે.મે બીજા

દિવસે જ પેલા યુવકને વાત કરી કે મારા પેટમાં એનું

બાળક છે આ સાંભળતા​ જ તેણે કહ્યું કે તારે જે કરવું

હોય તે કર આ મોજમજા કરવાની ઉંમરમાં હું કોઇ

જવાબદારી​ લેવા નથી માંગતો અને આ રીતે તો મારી

ઘણી ગલૅફ્રેન્ડ છે હું કંઈ બધી જોડે લગ્ન થોડી જ કરવાનો અને તારી પાસે આ બાળક મારૂં છે એનો

કોઈ પુરાવો તો છે નહીં.આ સાંભળી હું તો કાપો તો લોહી ના નીકળે તેવી પરિસ્થિતિમાં આવી ગઇ.આખરે

ઘરે જઇ મેં મમ્મી-પપ્પાને બધી વાત કરી.મમ્મી-પપ્પા પણ કંઇ કરવા અસમર્થ હતા.આખરે એ મને એબોશૅન

માટે એક ડોક્ટર પાસે લઇ ગયા પરંતુ મારી તબિયત નાજુક હોવાથી જો એબોશૅન કરે તો મારા જાનનું જોખમ હતું અને મમ્મી-પપ્પાને હું એક જ સંતાન હોવાથી તે મને ખોવા નહોતા માંગતા.

           આખરે સમાજના ડરે શહેર છોડીને અમે બાજુના ગામમાં રહેવા જતાં રહ્યાં.નવમો મહિનો

બેસતા જ મને દુઃખાવો ઉપડ્યો એ ગામના આરોગ્ય

કેન્દ્રમાં જે નસૅ હતા તેણે મારી ડિલેવરી કરાવી મેં એક

દિકરીને જન્મ આપેલ.રાત પડતાં જ મારા પપ્પા એને

કારમાં લઇને શહેરમાં આવ્યા અને આપણે અવારનવાર  બાળકોને જ્યાં ભેંટ આપવા જઇએ છીએ તે 'કલરવ' અનાથ આશ્રમમાં​ તેને મૂકી આવ્યા.

ત્યાં જે બાર વર્ષની​ પીંકી છે તે મારી જ દિકરી છે.પરંતુ

સમાજના ડરે મારે તેને છોડવી પડી.

      હવે તું મારો ભૂતકાળ જાણ્યા પછી મને ડિવોસૅ આપી શકે છે અને તું આપીશ જ એની મને ખાતરી છે

કેમકે કોઇ પણ પતિ પોતાની પત્નીનો આવો ભૂતકાળ

ન સહન કરે."

       એ પૂરી રાત અમિત અને અવનીની આંખોમાંથી નિંદર ઉડી ગઇ અને વિચારોમાં જ ખોવાયેલા રહ્યા સવાર થતાં જ અમિતે અવનીને ફટાફટ તૈયાર થઇ પોતાની સાથે આવવા કહ્યું, અવનીને ખાતરી હતી કે

અમિત એને પોતાની સાથે વકીલ પાસે જ લઇ જશે

ડિવોસૅના પેપર માટે એટલે અવની પણ ચૂપચાપ તૈયાર

થઇ અમિત સાથે કારમાં બેસી ગઇ અને વિચારોમાં ખોવાઈ ગઇ.અચાનક કારને બ્રેક લાગતા તેની તંદ્રા તૂટી

અને તેણે જોયું તો તેઓ 'કલરવ' અનાથાશ્રમની બહાર હતા.અમિતે તેને ખૂબ પ્રેમથી કારમાંથી ઉતારી અને આશ્રમમાં લઇ ગયો અને આશ્રમનાં સંચાલિકા પાસે જઇ પીંકીને કાયદેસર પોતે દત્તક લેવા ઇચ્છે છે તે જણાવ્યું અને જલ્દીથી કાનૂની કાર્યવાહી કરવા કહ્યું.

આ સાંભળતા જ અવનીની આંખોમાં હષૉશ્રુ છલકાઈ ગયા.

       અવનીને પોતાના​ ભૂતકાળના કરેલા એકરારની અમૂલ્ય ભેટ મળી

✍️:- મેઘલ ઉપાધ્યાય'મેઘુ'રાજકોટ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ