વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

રાત

અંધારી રાતે ભૂખ્યું ગલૂડીયું આમતેમ આંટા મારી રહ્યું હતું. ત્યાં જ ખૂણાના મકાનમાં અચાનક લાઈટ ઝબૂકી. ભૂખને કારણે એ દોડ્યું પ્રકાશની તરફ. દરવાજાની જાળીમાંથી સરકીને એ પૂંછડી પટપટાવવા લાગ્યું. બારણું ખૂલે અને કોઈ કંઇક આપે તો પેટ ભરાય !  બારણું ખુલ્યું ! કોઇ બહાર નીકળ્યું અને ગલૂડીયું અંદર...નાનું ગલૂડીયું ફર્શ પર ફસક્યુ. જીભથી ફર્શ ચાટી અને એ જ્યારે બહાર આવ્યું ત્યારે લાલ રંગથી નહાઈને બહાર આવ્યું. હા, બે ભૂખ્યાં એ ઘરમાં પ્રવેશ્યા હતા પણ ગલૂડીયું તો ભૂખ્યું જ રહ્યું !

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ